1 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 1, 2023


By Pandya Akshatkumar30, Jun 2023 04:45 PMgujaratijagran.com

મેષ રાશિ

આજે પારિવારિક સમસ્યાઓ થઈ શકે છે. ઘરે વાણી પર સંયમ રાખવો ખૂબ જરુરી. કાર્યબોજ વધી શકે છે. જવાબદારી વધતા સ્વભાવ ચિડચિડીયો રહેશે. યાત્રા થઈ શકે છે.

વૃષભ રાશિ

મિત્રોના સહયોગથી જરૂરી કામ પૂરા થશે. આજે તમારે ઓફિસના કામમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. કરિયરમાં વૃદ્ધિની નવી તકો મળી શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ કહીં શકાય.

મિથુન રાશિ

કોઈ નવો આઈડિયા તમને આર્થિક રીતે ફાયદો કરાવી શકે છે. ઓફિસના તણાવને ઘરે ન લાવો. કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પ્રબળ સંભાવના છે. આજનો દિવસ મધ્યમ છે.

કર્ક રાશિ

આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. આજે કાર્યક્રમમાં જઈ શકો છો. લોકોએ ઉધાર લીધેલા પૈસા પાછા આવશે. શાંત રહેવું તમારા પક્ષમાં સાબિત થશે. તમે તમારા પ્રિય શિક્ષકોને મળી શકો છો. ઘરની બહાર નીકળતી વખતે માતા-પિતાના આશીર્વાદ લેશો તો દિવસ સારો જશે.

સિંહ રાશિ

સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે. અચાનક ધનલાભ કે અટકળો દ્વારા આર્થિક સ્થિતિ મજબૂત થશે. જિદ્દી વર્તનથી દૂર રહો નહીંતર નજીકના મિત્રના સંબંધોમાં તિરાડ આવી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે.

કન્યા રાશિ

કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી માટે તણાવ શક્ય છે. આજે તમારો પરિવારના કોઈ સભ્ય સાથે ઝઘડો થઈ શકે છે, જેના કારણે તમારા કામમાં થોડી અડચણો આવી શકે છે. આજે તમે તમારી કેટલીક મીઠી યાદોને યાદ કરીને સારું અનુભવશો.

તુલા રાશિ

કોઈની લાગણીમાં આવીને લીધેલા નિર્ણય ખોટા પડી શકે છે. મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થશે, ખર્ચ વધી શકે છે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો. ખોટા લોકોની સંગતમાં ન જાવ, મોટું નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પ્રોપર્ટી ડીલર્સ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. ધન અને ધનલાભનો યોગ બની રહ્યો છે. વિવાહિત જીવનમાં શાંતિ રહેશે. ઘરમાં તુલસીનો છોડ લગાવો, ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. યાત્રાની તકો પણ બની શકે છે.

ધનુ રાશિ

વ્યસ્ત દિનચર્યા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, રોકાણ-યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરો. કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત યાદગાર બની શકે છે. વાતચીતની ક્ષમતા પ્રભાવશાળી સાબિત થશે.

મકર રાશિ

આ રાશિના કોન્ટ્રાક્ટરોને આજે નાણાકીય લાભ મળશે. પાર્ટીમાં જવાનો પ્લાન બની શકે છે, જ્યાં તમે કોઈ દૂરના સંબંધીને પણ મળી શકો છો. મહાદેવજીને જળ અર્પણ કરો, આર્થિક બાજુ મજબૂત થશે.

કુંભ રાશિ

આજનો દિવસ ઊર્જાસભર રહેશે. તમારી રમૂજની ભાવના તમારી આસપાસના વાતાવરણને ખુશનુમા બનાવશે. રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેત રહો. લગ્નજીવન સારુ રહેશે.

મીન રાશિ

વિદેશ પ્રવાસની યોજના બની શકે છે. આ રાશિના વેપારી વર્ગને આજે અચાનક કોઈ મોટો ફાયદો મળી શકે છે. પિતા તરફથી આર્થિક સહયોગ મળશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. સંપૂર્ણ ઊંઘનો આનંદ માણી શકશો.

આખરે મંદિરમાં પ્રવેશતા પહેલા કેમ વગાડવામાં આવે છે ઘંટ?