એવું મનાય છે કે, ઘંટ વગાડવો મંદિરમાં પ્રવેશ કરવા માટે ઈશ્વરની મંજૂરી માંગવાનો છે. ઘંટના ધ્વનિથી ભગવાનને જાગૃત કરવામાં આવે છે.
તે મન અને મસ્તિષ્કના તમામ ચક્રોને ખોલવાનું માધ્યમ હોય છે. આ સાથે જ તમામ દેવતાઓને પોતાની તરફ ધ્યાન કેન્દ્રિય કરવાનુ એક સારો સ્ત્રોત મનાય છે.
માન્યતા અનુસાર, આ દેવતાઓને પ્રસન્ન કરવાનું એક માધ્યમ મનાય છે. આજ કારણ છે કે, મંદિરના મુખ્ય દ્વાર પર ઘંટ લગાવવામાં આવે છે.
એવું કહેવાય છે કે, ઘંટ વગાડવાથી જે તેજ ધ્વનિ નીકળે છે, તે આપણા શરીરના સાત ચક્રોને સક્રિય કરવામાં મદદ કરે છે. આથી જ ઘંટ વગાડવામાં આવે છે.
મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા ઘંટ વગાડવાથી તન અને મન પવિત્ર થાય છે. એવામાં મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તમે શુદ્ધ ભાવથી ભગવાનના દર્શન કરી શકો છો.
મંદિરમાં ઘંટ વગાડવાથી જે ધ્વનિ નીકળે છે, તે આપણા શરીરની અંદરના તમામ નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદ કરે છે.
એવું કહેવાય છે કે, મંદિરમાં લગાવવામાં આવેલ ઘંટ વગાડવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. આ ધ્વનિને ચમત્કારી મનાય છે.