દેવશયની એકાદશીના દિવસે રાશિ અનુસાર અજમાવો આ ઉપાય, મળશે શુભ પરિણામ


By Pandya Akshatkumar28, Jun 2023 04:47 PMgujaratijagran.com

દેવશયની એકાદશી 2023

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે, એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાવસ્થામાં જાય છે અને ચાર મહિના પછી ઉઠે છે.

મેષ રાશિ

આ રાશિના જાતકો માટે આ દિવસે તલ અને લાલ વસ્ત્રનું દાન કરવું શુભ મનાય છે.

વૃષભ રાશિ

આ દિવસે તમે કોઈ સફેદ મિઠાઈનું દાન કરો, વિષ્ણુજીનું પૂજન માતા લક્ષ્મી સહિત કરો અને ભોગમાં મખણાંની ખીર ચઢાવી તેમને પ્રસન્ન કરી શકો છો.

મિથુન રાશિ

દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવો, જેનાથી બગડેલા કાર્યો પણ થવા લાગે છે.

કર્ક રાશિ

આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ અને હળદર ચઢાવો અને પાણીમાં થોડું કાચું દૂધ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી સ્વાસ્થ્ય લાભ થશે.

સિંહ રાશિ

આ રાશિના લોકો દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને ઓમ નારાયણાય નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ, તેમજ શંખમાં ગંગાજળ નાંખીને શ્રી હરિનો અભિષેક કરવો જોઈએ.

કન્યા રાશિ

કરિયરમાં સફળતા મેળવવા માટે કન્યા રાશિના લોકોએ આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી જોઈએ.

તુલા રાશિ

તુલા રાશિના લોકોએ દેવશયની એકાદશીના દિવસે કેળા, સોનું, પીળા ફૂલ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને મધ અને દહીંનો પ્રસાદ ચઢાવવો જોઈએ. જેના કારણે લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે.

ધનુ રાશિ

ગાયની સેવા કરો, જરૂરિયાતમંદોને ભોજન આપો. તેની સાથે ધનની વૃદ્ધિ માટે શ્રી હરિને ભોગ ચઢાવો.

મકર રાશિ

આ દિવસે પક્ષીઓને ખવડાવો અને પાણીમાં હળદર ભેળવીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. તેનાથી પ્રગતિનો માર્ગ ખુલશે.

કુંભ રાશિ

ભગવાન વિષ્ણુને નારિયેળ અર્પણ કરો અને દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈ અર્પણ કરો.

મીન રાશિ

દેવશયની એકાદશીના દિવસે મીન રાશિના લોકોએ વ્યાપાર અને નોકરીમાં સફળતા મેળવવા માટે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

29 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 29, 2023