Cholesterol: આ 3 કારણોસર શિયાળામાં વધે છે બેડ કૉલેસ્ટ્રોલ


By Sanket M Parekh08, Nov 2024 03:55 PMgujaratijagran.com

કૉલેસ્ટ્રોલની સમસ્યા

અનહેલ્ધી ખોરાક ખાવાના કારણે શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. આ એક લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી સમસ્યા છે.

કૉલેસ્ટ્રોલ વધવાનું કારણ

શિયાળાની સિઝનમાં બેડ કૉલેસ્ટ્રોલનું લેવલ વધવા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર હોય છે. જો તમે આ કારણો જાણી લેશો, તો તેનાથી બચી શકાય છે.

તીખું-તળેલું ભોજન

શિયાળાની સિઝનમાં ઠંડીના કારણે લોકો તીખું અને તળેલું વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે.

ફિઝિકલ એક્ટિવિટીની કમી

શિયાળાની સિઝનમાં બેડ કોલેસ્ટ્રોલ એટલા માટે પણ ડબલ ઝડપથી વધવા લાગે છે, કારણ કે ઠંડીમાં કસરત સહિતની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે.

ડાયટથી ફાયદો

શિયાળાની સિઝનમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ડાયટમાં હાઈ ફાઈબર ફૂડ્સ, ફ્રેશ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી સામેલ કરવાથી ફાયદો મળે છે. આ ઉપરાંત દરરોજ 40 મિનિટ સુધી વૉકિંગ, રનિંગ અથવા એક્સરસાઈઝ કરવી જોઈએ.

Thyroid Problems: થાઇરોઇડનો ઈલાજ કરવાના ઘરેલું ઉપચાર