વાસી રોટલી ખાવાનું નુકસાન સાંભળીને તમે દંગ રહી જશો


By Hariom Sharma25, Jun 2023 10:00 AMgujaratijagran.com

ઘણી વાર વધેલી રોટલી અથવા આળસના કારણે લોકો વાસી રોટલીનું સેવન કરે છે. વાસી રોટલીનું વધુ સેવન તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ઉલટી

ગરમીમાં વધુ વાસી રોટલના સેવનથી ઉલટી આવવાનં જોખમ રહે છે. રોટલીને વધુ સમય સુધી રાખવાથી બેક્ટેરિયા થવા લાગે છે.

પોષણની ઉણપ

આયુર્વેદ પ્રમાણે ખાવાનું બનવાના 2થી 3 કલાકમાં ખાઇ લેવું જોઇએ. રોટલીને વધુ સમય સુધી રાખવાથી તેના પોષકતત્ત્વો ખતમ થઇ જાય છે, જે પોષણની ઉપણનું કારણ બને છે.

ફૂડ પોઇઝનિંગ

વાસી રોટલીનું વધુ સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગનં જોખમ વધી શકે છે. ગરમીમાં વધુ વાસી રોટલીનું સેવન કરવાથી બચવું જોઇએ.

બેક્ટેરિયા ઇન્ફેક્શન

વાસી રોટલી જ્યારે ઠંડી પડે છે ત્યારે તેમાં રેહલા બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. આ કારણે વાસી રોટલીનું સેવન ના કરવું જોઇએ.

પાચન

વાસી રોટલી પચવામાં ઘણો સમય લાગે છે. વધુ સમય સુધી રોટલી રાખ્યા બાદ ખાવાથી તમારું પાચન ખરાબ થઇ શકે છે.

શ્વાસને લગતી સમસ્યા

વાસી રોટલીમાં બેક્ટેરિયા રહેલા હોય છે, જે શ્વાસને લગતી સમસ્યાનું કારણ બની શકે છે. વાસી રોટલી ખાવાથી મોં, ગળુ અને નાકમાં ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે.

વધુ આઇસક્રીમ ખાવાથી પણ તમે બીમાર પડી શકો છો