આઇસક્રીમ ખાવી કોને ના ગમે. આઇસક્રીમ વધુ ખાવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ તેના વિશે.
આઇસક્રીમનું વધુ સેવન તમારું વજન વધારી શકે છે. કેલેરથી ભરપૂર આઇસક્રીમ વધુ ખાવાથી તમે સ્થૂળતાના શિકાર બની શકો છો.
આઇસક્રીમમાં શુગર અને કેલેરીની માત્રા વધુ રહેલી હોય છે, જે શરીરને હેલ્ધી નથી. ખાસ કરીને પ્રી-ડાયાબિટીક લોકોને વધુ આઇસક્રીમ ખાવાથી બચવું જોઇએ.
તમારા હાર્ટને હેલ્ધી રાખવા માટે મર્યાદિત માત્રામાં આઇસક્રીમ ખાવ. આઇસક્રીમમાં સેચુરેટેડ ફેટ અને શુગરની વધુ માત્રા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.
વધુ માત્રામાં અથવા તો રોજ આઇસક્રીમનું સેવન કરવાથી તમારી ઇમ્યૂનિટી પર અસર થઇ શકે છે. આ માટે બીમારીઓથી બચવા માટે વધુ આઇસક્રીમ ના ખાવો જોઇએ.
આઇસક્રીમનું વધુ સેવન તમારા દાંત માટે નુકસાનકારક બની શકે છે. શુગરથી ભરપૂર આઇસક્રીમ દાંતને લગતી સમસ્યા પેદા કરી શકે છે.
પેટને લગતી સમસ્યાથી બચવા માટે વધુ માત્રામાં આઇસક્રીમનું સેવન ના કરો. ફેટ અને કેલેરીથી ભરપૂર આઇસક્રીમ પેટનો દુખાવો અથવા ઝાડાનું કારણ બની શકે છે.