કોરિયન મહિલાઓ તેમની ક્રિસ્ટલ ક્લિયર સ્કિન માટે ખૂબ જ ફેમસ છે. તમે આ સરળ ટિપ્સ ફોલો કરીને કોરિયન ગ્લાસ સ્કિન મેળવી શકો છો.
ચોખાનું પાણી પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે ચહેરાની નેચરલ ચમક વધારી શકે છે. ટોનર તરીકે તમે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકે છો.
તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ અથવા તમારા ગમતા ફેસ ઓઇલ લગાવીને થોડો સમય મસાજ કરો. રોજ 10 મિનિટ ચહેરાની મસાજ કરવાથી નેચરલ ગ્લો વધી શકે છે.
કોરિયન ગ્લાસ સ્કિન મેવવા માટે ચોખાના લોટનો ફેસ પેક લગાવો. ચોકાના લોટમાં એલોવેરા જેલ અને ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો.
એન્ટિ એજિંગ અને ક્રિસ્ટલ ક્લિયર સ્કિન માટે ગ્રીન ટીનું ટોનર અથવા ફેસ માસ્ક લગાવો. ગ્રીન ટીના સેવનથી સ્કિન હેલ્ધી રાખી શકો છો.
સ્કિનનો ગ્લો વધારવા માટે અને ડેડ સ્કિન સેલ્સથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં એક વાર અક્સફોલિએટ જરૂર કરો. આનાથી ત્વચા ક્લિન અને સુંદર જોવા મળશે.
શીટ માસ્ક લગાવવાથી ચહેરા પર નમી લાવવાની સાથે ગ્લો પણ વધી શકે છે. આ માટે અઠવાડિયામાં એક વખત સ્કિન ટાઇપ કે અનુસાર ચહેરા પર શીટ માસ્ક એપ્લાય કરો.