આ 7 ફૂડને હેલ્ધી સમજીને ખાઓ છો, પણ તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે નુકસાન


By Kisankumar Sureshkumar Prajapati03, Aug 2025 04:21 PMgujaratijagran.com

હેલ્થી ફૂડ

આજના સમયમાં લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે. ત્યારે આ સમાચારમાં અમે તમને જણાવીશું કે તમે જે વસ્તુઓને હેલ્ધી સમજીને ખાઓ છો, તે પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.

વેજીટેબલ ચિપ્સ

પોતાની ડાયટને હેલ્ધી બનાવવા માટે લોકો વેજીટેબલ ચિપ્સનું સેવન કરે છે. તમને જણાવી દઈએ કે તેમાં પણ મીઠું અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી ડાયટને બગાડી શકે છે.

લો-ફેટ ફૂડ્સ

રોજ ઘણા લોકો લો-ફેટ ફૂડ્સનું સેવન કરવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ખાંડ અને અન્ય ઘણી વસ્તુઓનું પ્રમાણ વધુ હોઈ શકે છે, જે તમારી ડાયટને બગાડી શકે છે.

ગ્લુટેન ફ્રી વસ્તુઓનું સેવન

કેટલાક લોકો પોતાની ડાયટમાં ગ્લુટેન ફ્રી વસ્તુઓનો સમાવેશ કરે છે. ત્યારે બજારમાંથી પણ એવી જ વસ્તુઓ ખાવાનો પ્રયાસ કરે છે જેમાં ગ્લુટેન ન હોય. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્લુટેન ફ્રી હોવાનો અર્થ કેલરી ઓછી હોવો નથી.

મલ્ટિગ્રેન બ્રેડ

આજના સમયમાં કેટલાક લોકો મલ્ટિગ્રેન બ્રેડનું સેવન કરે છે. ત્યારે તમને જણાવી દઈએ કે બધી મલ્ટિગ્રેન બ્રેડ ફાયદાકારક ન હોઈ શકે. કેટલીક રિફાઈન્ડ લોટવાળી હોઈ શકે છે.

પેક્ડ ફ્રુટ જ્યુસ

બજારમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસને લોકો હેલ્ધી સમજીને પીવે છે. તમને જણાવી દઈએ કે તેમાં તાજગી ઓછી હોઈ શકે છે અને ખાંડનું પ્રમાણ વધુ હોઈ શકે છે.

એનર્જી બાર્સ

આજના સમયમાં લોકો પોતાને ફિટ રાખવા માટે એનર્જી બાર્સનું સેવન કરે છે. તેમાં ફાઈબર અને પ્રોટીનની સરખામણીમાં ખાંડ વધુ માત્રામાં હોઈ શકે છે. આનાથી તમારું વજન વધી શકે છે.

ડાયટ સોડા

સોડા પીનારા પોતાને હેલ્ધી રાખવા માટે ડાયટ સોડાનું સેવન કરે છે. ત્યારે તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોઈ શકે છે, પરંતુ આર્ટિફિશિયલ સુગર વધુ હોઈ શકે છે.

Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુના આ ડ્રેસીસને ટ્રાય કરીને લાગશો સ્ટાઈલિસ્ટ