છાતીમાં ડાબી બાજુ થઇ રહ્યો છે દુખાવો, ઘણાં કારણો હોઇ શકે છે


By Hariom Sharma30, Jul 2023 09:01 PMgujaratijagran.com

છાતીમાં ડાબી બાજુ દુખાવો

છાતીમાં ડાબી તરફ દુખાવો થાય છે તો આને હાર્ટ અટેકના લક્ષણો કહી શકાય છે, પરંતુ આના ઘણાં કારણો હોય છે.

એનજાઇના

એનજાઇનમાં હૃદયથી સ્નાયુઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતો નથી. આ કારણથી છાતીમાં દુખાવો થાય છે.

એસોફેજિયલ રિફ્લક્સ

આ ગેસ્ટ્રિટિસ લક્ષણોથી જોડાયેલું હોય છે. મસાલેદાર ખોરાક ખાવાના કારણે છાતીમાં બળતરા અને ડાબી બાજુ દુખાવો થાય છે.

માયોકાર્ડિટિસ

આમાં હૃદયના સ્નાયુઓ પર સોજા આવી શકે છે અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ અથવા તો છાતીમાં દુખાવાનો અનુભવ થાય છે.

એસિડ રિફ્લક્સ

ખાવાનું ખાધા પછી તરત ઊંઘવાથી આ સમસ્યા વધે છે. આમાં ડાયજેસ્ટિવ એસિડ, એસોફેગસમાં પહોંચી જાય છે.

પેનિક અટેક

પેનિક અટેક અચાનક આવે છે. આ કારણે છાતીમાં ડાબી બાજુ દુખાવો, ચક્કર આવવા, ધ્રુજારી વગેરે થઇ શકે છે.

મેથીનું પાણી મહિલાઓ માટે કેમ અમૃત છે? આવો જાણીએ