મેથીનું પાણી મહિલાઓ માટે કેમ અમૃત છે? આવો જાણીએ


By Jivan Kapuriya30, Jul 2023 05:45 PMgujaratijagran.com

આયુર્વેદનો ખજાનો

મેથીને જો આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે તો તે એકદમ સાચું છે.મેથીનો ઉપયોગ આયુર્વેદની વિવિધ સારવારમાં થાય છે.

મેથીનું પાણી

મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો મહિલાઓને મેથીનું પાણી પીવાની સલાહ આપે છે.મેથીનું પાણી મહિલાઓ માટે અમૃત ગણાય છે.

પાણીમાં મેથી

જો તમે તેનું સેવન કરવા માંગતા હોવ તો રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી નાખીને પલાળી રાખો.

સવારે પીવો

સવારે ઉઠીને પછી તરત જ તેના પાણીને સારી રીતે ગાળી લો અને પછી પી લો. તમે ઇચ્છો તો તેને કાચી પણ ચાવી શકો છો.

મહિલાઓ માટે ફાયદાકારક

મહિલાઓ માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે અમૃત સમાન છે, ચાલો જાણીએ શા માટે?

ગ્લોઈંગ ત્વચા

મેથીમાં વિટામિન K અને C ભરપૂર માત્રામાં જોવા મળે છે. આનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં ખૂબ જ સુંદર ચમક આવે છે.

માતા માટે ઉપયોગી

બાળક જન્મે પછી મહિલાઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મેથીનું પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

પીરિયડ્સમાં રામબાળ ઉપાય

મેથીનું પાણી મહિલાઓમાં પીરિયડ્સના કારણે થતા દુખાવા માટે રામબાણ સાબિત થાય છે અને તે દુખાવામાં ઘણી રાહત આપે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આ લોકોએ ભૂલથી પણ વરિયાળીનું પાણી ન પીવું જોઈએ, જાણો શું છે કારણ