સુગંધિત વરિયાળીનો ઉપયોગ વર્ષોથી આપણા રસોડામાં અને ઔષધીય હેતું માટે કરવામાં આવે છે.
વરિયાળીમો રહેલ કેલ્શિયમ,સોડિયમ,આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે.
બીજી તરફ વરિયાળીને ખાંડ સાથે ખાવાથી અને વરિયાળીનું પાણી પીવાથી પેટમાં ઠંડક મળે છે. કારણ કે તે તાસિરમાં ઠંડી છે.
જેના કારણે આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યાં લોકોએ ભૂલથી પણ વરિયાળીનું પાણી ન પીવું જોઈએ.
જો લોકોને બ્લડ સુગર લેવલ ઓછું છે તે લોકોએ વરિયાળીનું પાણી ન પાવું જોઈએ કારણ કે વરિયાળીનું પાણી પીવાથી બ્લડ સુગર ઘટે છે.
સેન્સિટિવ સ્કિનવાળા લોકોએ વરિયાળીનું પાણી ન પીવું જોઈએ. તેનાથી ચહેરા પર ફોલ્લીઓ અને એલર્જી થઈ શકે છે.
રોજ વરિયાળીનું પાણી પીવાથી ઘણા લોકોને ઉલ્ટીની તકલીફ થઈ શકે છે. તે લોકોએ વરિયાળીનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
આ સાથે જે મહિલાઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવે છે તેમણે પણ વરિયાળીનું પાણી ન પીવું જોઈએ.તેનાથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહેશે.
જે લોકોને શરદી-ઉધરસની તકલીફ રહે છે તે લોકોએ પણ વરિયાળીનું પાણી પીવાનું ટાળવું જોઈએ. જે લોકોને શરદી-ઉધરસની તકલીફ રહે છે તે લોકોએ પણ વરિયાળીનું પાણી પીવાનું ટાળવું જોઈએ.