ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરશે આ 5 યોગાસન


By Prince Solanki17, Dec 2023 02:53 PMgujaratijagran.com

ખરાબ કોલેસ્ટ્રોલ

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જવાથી તમારે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જો તમે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માંગો છો, તો આ યોગાસનનો અભ્યાસ કરો. ચલો વિસ્તારમાં જાણીએ.

ચક્રાસન

શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ચક્રાસન કરો. ચક્રાસન કરવાથી કોલેસ્ટ્રોલની સાથે સાથે શરીરના વજનને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

ચક્રાસન કરવાની રીત

સૌ પ્રથમ યોગા મેટ પર સૂઈ જાઓ. ત્યારબાદ ઘૂંટણને વાળીને હાથેળીઓને કાનની પાસે રાખો. હવે હાથેળીઓ અને પગની મદદથી શરીરને ઉપર ઉઠાવો.

સર્વાગાસન

સર્વાગાસના નિયમિત અભ્યાસ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

સર્વાગાસન કરવાની રીત

સર્વાગાસન કરવા માટે સૌ પ્રથમ પીઠના સહારે સૂઈ જાઓ. ત્યારબાદ હવે બંને હાથોને કમર પર રાખો. હવે બંને પગને જમીનથી ઉઠાવીને સીધા કરો. પછી પેટના નીચેના હિસ્સાને જમીનથી ઉઠાવો. આ દરમિયાન ખભો, માથું અને પગને એક જ લાઈનમાં રાખો. હવે ખભાના સહારે ઊંધા જમીન પર રહેવાનો પ્રયાસ કરો.

શલભાસન

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે રોજ શલભાસનનો અભ્યાસ કરો. શલભાસન માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શલભાસન કરવાની રીત

યોગા મેટ પર પેટના સહારે સૂઈ જાઓ અને શરીર, હાથ અને પગને ઉપર ઉઠાવો. હવે તમારા હાથોને જમીન પર રાખો. આ દરમિયાન તમારી પીઠ સીધી હોવી જોઈએ. હવે ગરદનને ઉઠાવો અને થોડીવાર માટે આ સ્થિતિમાં રહો.

વજ્રાસન

વજ્રાસનના નિયમિત અભ્યાસથી શરીરને ઘણો ફાયદો થાય છે. વજ્રાસન શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે સાથે શરીરને ફિટ પણ રાખે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આ શાકભાજી અવશ્ય ખાવ, ક્યારેય બીમાર નહીં પડો