આજે અમે તમને 5 યોગ આસન અને પ્રાણાયામ વિશે જણાવીશું, જે તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે.
સૂર્ય નમસ્કાર આખા શારીર માટે પરફેક્ટ કસરત છે, શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે.આ શરીરના તમામ મુખ્ય સ્નાયુઓને સક્રિય કરે છે અને મેટાબોલિઝમને વેગ આપે છે,જે કેલરી બર્ન કરે છે.
પ્લેન્ક આસન શરીરના કોરને મજબૂત બનાવે છે અને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
ઉત્કટાસન તમારા હિપ્સ, જાંઘને મજબૂત બનાવે છે, આ આસન તમારા સ્નાયુઓને પડકાર આપે છે અને તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જે ચરબી ઘટાડી શકે છે.
ભુજંગાસન એક પરફેક્ટ આસન છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, આ તમારી પીઠ અને પેટના સ્નાયુઓને ટોન કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વૃક્ષાસન એ સંતુલન અને શક્તિ વધારતું આસન છે, આ આસન તમારા પેની અને જાંઘને મજબૂત બનાવે છે અને આખા શરીરનું સંતુલન સુધારે છે.
આ 5 યોગ આસન નિયમિત કરવાથી તમરું વજન ઝડપથી ઘટી શકે છે.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.