જો તમને પણ ભૂખ ન લાગતી હોય તો, આ 5 જડીબુટ્ટીઓ ટ્રાય કરો


By Vanraj Dabhi15, Sep 2024 06:11 PMgujaratijagran.com

ભૂખ વધારવાની દવા

ઘણીવાર ભૂખ ન લાગે તો, તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, ચાલો જાણીએ ભૂખ વધારવા માટે કઈ ઔષધિઓનું સેવન કરવું જોઈએ.

નિષ્ણાત અભિપ્રાય

આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર, ભૂખ ન લાગવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, આ તકે તમે ભૂખ વધારવા વરિયાળી અને આમળાનું સેવન કરી શકો છો.

વરિયાળી

વરિયાળી ભૂખ વધારવાની સાથે તે પાચનતંત્ર પણ સુધારે છે, જેથી તમને વધુ ભૂખ લાગે છે.

આમળા

આમળામાં વિટામિન સી મળી આવે છે, તેથી તેનો સર પીવાથી ભૂખ વધારવામાં મદદ કરે છે.

એલચી

એલચીનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા સુધારવાની સાથે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે.

આદુ

આદુ ભૂખ વધારવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે લાંબા સમય સુધી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

અજમો

અજમામાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો ભૂખ વધારવામાં મદદ કરે છે.

સલાહ

જો તમને કોઈ ગંભીર રોગ હોય તો તમારે તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips and Tricks: સ્ટબલરમાંથી શેવાળ દૂર કરવાની રીત