ઘણી વાર બોરનું છાર વાળું કે નળનું ખારા પાણીને કારણે બાથરૂમમાં ડોલ અને જગ કે સ્ટબલર પર ડાઘ જામી જાય છે, જે પછી શેવાળ એકઠો કરે છે, ચાલો જાણીએ કેવી રીતે સાફ કરી શકાય?
મગમાં એક પાઉંચ ઈનો અને લીંબુનો રસ મિક્સ કરી જાડી પેસ્ટને બ્રશ વડે મગને ઘસીને પાણીથી સાફ કરો.
પીળી ડોલ અને ગંદા મગને બેકિંગ સોડા વડે સાફ કરી શકો છો.
એક વાસણમાં ડીશ સાબુ, લીંબુનો રસ અને બેકિંગ સોડા નાખીને મિશ્રણ બનાવીને તેના વડે મગ સ્ક્રબ કરીને સાફ કરો.
ગંદા મગને વિનેગર વડે સફાઈ કરી શકો છો, તેની મદદથી સૌથી હઠીલા સ્ટેન પણ સાફ થઈ જશે.
એક કપમાં સફેદ વિનેગર, ડીશ વોશિંગ લિક્વિડ, ડીટરજન્ટ ઉમેરીને તેની મદદથી ડોલ કે મગ પર લગાવીને બ્રશની મદદથી ઘસીને સાફ કરો.
મગ પરના શેવાળને સાફ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો.
મગમાં થોડું પાણી રેડો અને એક ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉમેરીને બ્રશની મદદથી સારી રીતે ઘસીને સાફ કરો.
માહિતી ગમે તો લાઈક અને શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.