મોટાભાગના ઘરે કે મંદિરમાં ચાંદીના વાસણોનો ઉપયોગ થતો હોય છે, તેમજ મહિલાઓ ચાંદીની આભૂષણો પહેરતા હોય છે.
ચાંદીના આભૂષણો કે મંદિરના વાસણો અમુક સમયે કાળ પડી જતા હોય છે, તો તેની સફાઈ કરવાની કેટલીક સરળ ટિપ્સ આજે અમે તમને જણાવીશું.
એક નાની વાટકીમાં બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચાંદીની વસ્તુ પર લગાવીને હળવા હાથે સાફ કરી શકાય છે.
સોફ્ટ બ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવીને ચાંદીના વાસણો કે પગના આભૂષણોને હળવા હાથે સ્ક્રબ કરીને હુંફાળા પાણીથી સાફ કરી શકો છો.
એક લીંબુના અડધા ભાગ પર થોડું મીઠું લગાવીને ચાંદીના વાસણ કે પગના આભૂષણોને ઘસીને હુંફાળા પાણીથી ધોઈ લો.
એક બાઉલમાં વિનેગર લો અને તેમાં ચાંદીના વાસણ કે પાયલને થોડીવાર ડુબાડીને પછી સોફ્ટ બ્રશ વડે હળવા હાથે સાફ કરી લો.
એક વાસણમાં ગરમ પાણી, ખાવાનો સોડા અને મીઠું ઉમેરી વાસણના તળિયે એલ્યુમિનિયમ ફોઈલ ફેલાવી તેમાં ચાંદીની વસ્તુઓ નાખી થોડી વાર પછી તેને બહાર કાઢીને હુંફાળા પાણીથી ધોઈ લો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.