શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા કરો આ 3 યોગાસન


By Prince Solanki24, Dec 2023 02:28 PMgujaratijagran.com

શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ

ઠંડીમા પ્રદૂષણના કારણે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. એવામા આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે આ 3 યોગાસનોને કરી શકો છો. ચલો જાણીએ આ યોગાસન વિશે.

મત્સ્યાસન

મત્સ્યાસન ફેફસાની માંસપેશિયોને મજબૂત બનાવે છે. આ ઉપરાત આ આસન કરવાથી શરીરમા બ્લડ સર્કુલેશનને યોગ્ય બનાવે છે.

મત્સ્યાસન કરવાની રીત

પીઠના સહારે જમીન પર સૂઈ જાઓ. ત્યારબાદ બન્ને હાથને શરીરની નીચેની બાજુ વાળો. હવે છાતી અને માથાના ભાગને જમીનથી ઉઠાવો અને માથાના ભાગને જમીન પર ટકાવી રાખો.

પદ્મ સર્વાંગાસન

પદ્મ સર્વાંગાસન શ્વાસ અને ફેફસાની નળીઓને ખોલવાનુ કામ કરે છે. તેના નિયમિત અભ્યાસ કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

પદ્મ સર્વાંગાસન કરવાની રીત

શરીરનો બધો જ ભાગ હાથ પર લઈ આવો. ત્યારબાદ પગને વાળીને જમણા ઘૂંટણને ડાબી અને ડાબા ઘૂંટણને જમણી બાજુમા રાખો. હવે હાથોની મદદથી પેટને સહારો આપો.

ભુજંગાસન

ભુજંગાસનના નિયમિત અભ્યાસ કરવાથી શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત આ આસન કરવાથી તણાવ પણ ઓછો થાય છે.

ભુજંગાસન કરવાની રીત

પેટના સહારે જમીન પર સૂઈ જાઓ. માથાના ભાગને જમીન પર રાખો. બન્ને હાથોને ખભાની બાજુ પર રાખો. હથેળીઓની મદદથી પેટની માંસપેશિયોને ખેંચતા પૂરા શરીરના ઉપરવાળા ભાગને ઉઠાવો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા બાળકોની છાતીમા જમા થયેલા કફને દૂર કરશે આ ઉપાયો