ઠંડીમા બાળકોની છાતીમા કફ જમા થવા લાગે છે, જો તમારા બાળકને પણ આ સમસ્યા છે તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તે સમસ્યાને દૂર કરી શકો છો. ચલો જાણીએ એ ઉપાયો વિશે.
જો ઠંડીમા બાળકને છાતીમા કફ જમા થાય છે તો તમે બાળકને ગરમ પ્રવાહી પદાર્થ ભોજનમા આપી શકો છો. આ સ્થિતિમા સૂપ બેસ્ટ ઓપ્શન છે. સૂપ પીવાથી છાતીમા જમા થયેલો કફ ધીમે ધીમે ઓછો થાય છે.
ઠંડીમા બાળકની છાતીમા જમા થયેલા કફને ઓછો કરવા માટે લસણ બેસ્ટ વિકલ્પ છે. એવામા તમે રોજ સવારે ખાલી પેટે બાળકને એક લસણની કળી ખવડાવી શકો છો. જો તમે 2-3 દિવસ બાળકને લસણ ખવડાવો છો તો બાળકને કફની સમસ્યાથી રાહત મળે છે.
બાળકને કફની સમસ્યાથી રાહત આપવા માટે તમે તેલની માલિશ કરી શકો છો. આ માટે તમે સરસોના ગરમ તેલમા લસણ અને અજમાને નાખીને બાળકની છાતી અને પગના તળિયા પર માલિશ કરી શકો છો.
બાળકની છાતીમા જમા થયેલા કફને દૂર કરવા માટે તમે બાળકને નાસ અપાવી શકો છો. તેનાથી બાળકની છાતીમા જમા થયેલો કફ દૂર થાય છે. આ ઉપરાંત નાસ લેવાથી બાળકની શ્વાસ સંબધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
બાળકની છાતીમા જમા થયેલા કફને દૂર કરવા માટે હળદર સારો વિકલ્પ છે. આ માટે તમે રોજ સવારે નવસેકા ગરમ દૂધમા હળદર ઉમેરીને બાળકને પીવડાવી શકો છો. તેનાથી બાળકને કફની સમસ્યા માથી છૂટકારો મળે છે.