ઈલાયચી ખાવી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી તમે ઘણા પ્રકારની સમસ્યાઓથી બચી શકો છો, પરંતુ શુ તમે જાણો છો કે વધારે માત્રામા ઈલાયચીનુ સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. ચલો જાણીએ કંઈ રીતે ?
જાણીને નવાઈ લાગશે કે વધારે માત્રામા ઈલાયચીનુ સેવન કરવાથી ચામડીમા એલર્જી, દાગ ધબ્બા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી ચામડી વધારે નાજુક અને સંવેદનશીલ છે તો ઈલાયચીના સેવન પહેલા ડોક્ટરની સલાહ લો.
ઈલાયચીનુ વધારે માત્રામા સેવન કરવાથી પેટમા પથરીની સમસ્યા થઈ શકે છે. ક્યારેક ઈલાયચીને પાચનતંત્ર સારી રીતે પચાય શકતુ નથી. જેથી તેના બીજ પેટમા જમા થઈ જાય છે અને પથરીની સમસ્યા થાય છે.
ઘણા લોકોને ઈલાયચીની એલર્જીની સમસ્યા હોય છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો ભૂલથી પણ ઈલાયચીનુ સેવન ન કરો. તેના સેવનથી શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે.
જો તમે જરુરત કરતા વધારે ઈલાયચીનુ સેવન કરો છો, તો ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. જેથી સિમિત માત્રામા ઈલાયચીનુ સેવન કરો.
ઈલાયચી એક ગરમ ખોરાક છે. તેનુ વધારે માત્રામા સેવન સમસ્યા પેદા કરી શકે છે. તેનાથી પેટ અને પાચન સંબધિત સમસ્યા થઈ શકે છે.