દોરડા કૂદવાથી આપણા શરીરને સ્વાસ્થ્ય સંબધિત ખૂબ જ ફાયદા મળે છે. દોરડા કૂદવાથી કાર્ડિયો કસરત થાય છે. જો તમે રોજ અમુક દોરડા કૂદો છો તો શરીરનુ વજન ઓછુ થવાની સાથે સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે.
જો તમે રોજ માત્ર એક મિનિટ દોરડા કૂદો છો સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. દોરડા કૂદવાથી શરીરના અંગો વચ્ચે સંકલન બંધાય છે અને મેટાબોલિજમ પણ સુધરે છે.
જો તમે વજન ઓછો કરવા માંગો છો તો રોજ દોરડા કૂદવાથી તમને વજન ઓછો કરવામા ફાયદો મળે છે. દોરડા કૂદવાથી મેટાબોલિજમ તેજ બને છે જેથી પેટમા જમા થતી વધારાની ચરબી દૂર થાય છે.
રોજ દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધે છે અને શરીરમા થાક પણ ઓછા લાગે છે. દોરડા કૂદવાથી તમારુ શરીર દિવસભર એક્ટીવ રહે છે.
જો તમે વધારે માત્રામા તણાવ લો છો તો તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો. તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમે રોજ દોરડા કૂદી શકો છો. આ કસરત કરવાથી તણાવ પણ ઘટે છે.
દોરડા કૂદવાથી શરીરના હાડકા પણ મજબૂત બને છે. આ કસરત કરવાથી તમે ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારીથી પણ બચી શકાય છે.
દોરડા કૂદવાથી શરીરમાથી ઘણો પરસેવો છૂટે છે. આ પરસેવાની મારફતે શરીરમાથી ઘણા ઝેરી પદાર્થોનો બહાર નીકાલ થાય છે. તેનાથી ચામડી પર નેચરલ ચમક આવે છે.