શિયાળાની ઋતુમાં ઠંડી માંથી બહાર નીકળવાનું મન થતું નથી, તો તમે કેટલાક આસાન યોગાસનની મદદથી ઘરેજ તમારા વજનને ઘટાડી શકો છો. ચલો તે યોગાસન વિશે જાણીએ.
વજન ઓછું કરવા માટે પ્લેન્ક સૌથી સારી કસરત છે. તેના માટે પુશ અપની સ્થિતિમાં આવો ત્યારબાદ હાથ અને પગના ટેકે ઉભા રહો.
પશ્ચિમોત્તાસન કરવા માટે તમારે પગ સામેની બાજુ કરીને બેસવું પડશે. ત્યારબાદ પીઠનો ભાગ નમાવીને હાથથી પગના પંજાને અડો. આ દરમિયાન માથાને નીચેની બાજુ નમાવીને રાખો. આ આસાન કરવાથી તમારું વજન ઓછું થશે.
તમને આ આસાનનું નામ વાંચીને જ ખબર પડી ગઈ હશે કે આ યોગાસન કરતી વખતે તમારે પતંગિયાના પોઝમાં બેસવું પડશે. પછી બંને પગને વાળો અને બે તળિયાને એકબીજાથી જોડો. ત્યારબાદ તમારા બંને હાથથી પગના પંજા પકડીને બેસો.
વજ્રાસન પેટ માટે ખૂબ જ લાભદાયી છે. આ યોગાસન કરવાથી પાચનની સમસ્યા દૂર થાય છે. આ માટે તમારે મેટ પર ઘૂંટણ વાળીને બેસવું પડશે ત્યારબાદ તમારા કુલ્લાને પગની એડિયો પર સ્થાન આપો. આ દરમિયાન પીઠ સીધી રાખો.