બદામ કોણે ન ખાવી જોઈએ ? જાણો


By Hariom Sharma11, Nov 2023 10:54 AMgujaratijagran.com

બદામનાં પોષકતત્વો

બદામ ખાવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. તે સિવાય બદામમાં પ્રોટીન, વિટામીન ઈ અને મેગ્નેશિયમ પણ હોય છે.

આ લોકો ન ખાઓ

કેટલાક લોકોએ બદામ ખાવાનું ટાળવું જોઈએ. જો તે લોકો બદામ ખાવાનું બંધ કરતા નથી તો તેવા લોકોએ સ્વાસ્થ્ય સંબઘિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પાચનની સમસ્યા

જેમને પાચન સંબઘિત સમસ્યા છે તેઓએ બદામનું સેવન ન કરવું જોઈએ કારણ કે બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેથી તેને ખાવાથી પાચન સંબઘિત સમસ્યાઓ વધી શકે છે.

બ્લડપ્રેશરની સમસ્યા

જે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા છે તેવા લોકોએ પણ બદામ ન ખાવી જોઈએ. બ્લડપ્રેશરની સમસ્યા ઘરાવતા દર્દી માટે બદામ ખાવી બિલકુલ હિતાવહ નથી.

You may also like

શરીરમાં પ્લેટલેટ્સની ઉણપ : લોહીમાં પ્લેટલેટ્સ ઝડપથી વધારવા માટે આ ફળોનું સેવન કર

બ્લડ પ્રેશર સહિત આ બીમારીઓને કંટ્રોલ કરે છે રાજમા

માથાનો દુખાવો

જો તમે માથાના દુખાવાનો સામનો કરી રહ્યા છો તો તમારે બદામ ખાવાનું ટાળવું જોઈએ. કેમકે બદામમાં ભરપૂર માત્રામાં વિટામીન ઈ હોય છે. શરીરમાં વિટામીન ઈ ની માત્રા વધવાથી માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.

વજન

જો તમે વધેલા વજનથી પીડિત છો અને તેને ઓછો કરવા માંગો છો તો બદામને તમારી ડાયટમાં સામેલ ન કરો.

એસિડિટીની ફરિયાદ

જે લોકોને એસિડિટીની સમસ્યા થાય છે તેવા લોકોએ બદામ ન ખાવી જોઈએ. બદામથી પેટમાં ગેસની તકલીફ વઘી શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવા માટે શું ખાવું જોઈએ, ચાલો જાણીએ