બદલાતી ઋતુના કારણે મોસમી બીમારીઓ બચવું ખૂબ જરૂરી બની જાય છે, ત્યારે આજે અમે તમને એવા કેટલાક ખોરાક જણાવીશું જેનાથી તમે તમારી રોગ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.
તમારે આહારમાં એન્ટીઓકસિડન્ટ યુક્ત ખોરાક જેવા કે બેરી,આદુ, લસણ, ડુંગળી, ગાજર વગેરેનું સેવન કરીને તમે રોગપ્રિકારક શક્તિ વધારી શકો છો.
તમારા આહારમાં વિટામિન Cથી ભરપૂર ખાટા ખાદ્યપદાર્થો જેવા કે લીંબુ,સંતરા,આમળા વગેરેનું સેવન કરીને રોગપરતિકારક શક્તિ સ્ટ્રોંગ રાખી શકો છો.
હળદરમાં કકર્યુમિન નામનું તત્વ જોવા મળે છે, તેમાં બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. જે રોગપરતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
દહીં, ઢોસા, ઈડલી, ખમણ વગેરે આથો ખોરાક છે જેમાં સારા બેક્ટેરિયા હોય છે જે આપણા આંતરડા માટે વધુ સારા ગણાય છે. તેમના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
લિકરિસમાં એન્ટિવાયરલ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે વાયરલ મોસમી રોગોથી રાહત આપવામાં મદદરૂપ થાય છે.
તમારા આહારમાં તજ નાખો, તેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ અસરકારક છે. તમે તેને ચા અથવા ઉકાળામાં મિક્સ કરીને પણ લઈ શકો છો.
આ બધા ખાદ્યપદાર્થો ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પૂરતી ઊંઘ લેવી અને પુષ્કળ પાણી પીવું, કેફીન યુક્ત વસ્તુઓનું ઓછું સેવન કરવું, તણાવથી દૂર રહેવું અને તમારી દિનચર્યામાં નિયમિત વર્કઆઉટનો સમાવેશ કરો.
તમારે પણ આ ખોરાકનું સેવન કરવું જોઈએ અને સ્વસ્થ રહો, આવી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.