ગ્લિસરીન ચામડીની સાથે સાથે હોંઠોં માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો તમે તમારા હોંઠોંને કોમળ રાખવા માંગો છો, તો તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ચલો ગ્લિસરીનનાં ફાયદા વિશે જાણીએ.
સામાન્ય રીતે ઠંડીમાં હોંઠં ફાટી જ જતા હોય છે. આ ફાટેલા હોંઠોંને કોમળ બનાવવા માટે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીનમાં મોઈશ્ચરાઈજિંગ ગુણ હોંઠંમાં રહેલા સુકાપણાંને દૂર કરે છે.
સામાન્ય રીતે જે લોકો ધુમ્રપાનનાં બંઘાણી હોય છે તેમના હોંઠં કાળા પડી જતા હોય છે. જો તમે આ કાળા પડેલા હોંઠંને ફરીથી ગુલાબી કરવા માંગો છો તો તમે ગ્લિસરીન લગાવી શકો છો.
ક્યારેક વઘારે હોંઠં ફાટી જવાથી તેમાથી લોહીં નીકળવા લાગે છે, તો રાતે સૂતા પહેલા ગ્લિસરીન લગાવવાથી ફાટી ગયેલા હોંઠં માંથી નીકળતા લોહીંને રોકી શકાય છે અને હોંઠંને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
ચહેરાની જેમ જ હોંઠંનીલ મરેલી ચામડી દૂર કરવી જરુરી છે. તેને દૂર કરવા માટે સૂતા પહેલા ગ્લિસરીન લગાવો. તેનાથી તમારા હોંઠં ચમકદાર અને સુંદર બને છે.
ગ્લિસરીનને હોંઠં પર લગાવવા માટે મધ અને લીંબુનો ઉપયોગ કરો. આ હોંઠંને પોષણ આપશે અને કોમળ રાખવામાં મદદ મળે છે.