ઠંડીમાં પગની એડીઓ ફાટવાની સમસ્યા સામાન્ય હોય છે. ઘણા લોકો આના ઉપાય તરીકે મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે, પરંતુ તેનુ પરિણામ કંઈ ખાસ મળતુ નથી. જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો તો કેટલાક ઘરેલૂ ઉપાય તમે અપનાવી શકો છો.
એડીઓ ફાટવાની સમસ્યા થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ કે પગની ચામડીમાં રહેલુ સૂકાપણું, વધારે ગરમ પાણીથી નાહવુ,વિટામીન અને મિનરલ્સની ઉણપ,પગની દેખભાળ ન કરવી વગેરે.
એડીઓ ફાટે ત્યારે એલોવેરા જેલ સૌથી બેસ્ટ વિકલ્પ છે. આનાથી ફાટેલી ચામડીથી સરળતાથી છૂટકારો મેળવી શકાય છે. આ માટે તમે એલોવેરા અને ખાંડનું મિશ્રણ કરીને પગની એડીઓ પર લગાવી શકો છો.
લીંમડો અને હળદર ફાટેલી એડીઓ માટે લાભદાયી છે. લીંમડાનાં પત્તામાં એંટી ફંગલ અને એંટી બેક્ટોરીયલ ગુણ હોય છે. તેનાથી ફાટેલી એડીઓની સમસ્યાથી બચી શકાય છે. આ માટે તમે લીંમડાનાં પત્તાનો પેસ્ટ બનાવી તેમા હળદર પાઉડર ઉમેરો.
તમે પીસેલા કેળાના પેસ્ટને પગની એડીઓ પર લગાવી શકો છો. કેળાના પેસ્ટને તમે 15 મિનીટ લગાવી રાખી ત્યારબાદ પગને ધોઈ નાખો.
સીંધવ મીઠું ફાટેલી એડીઓ માટે લાભદાયી છે. તેના માટે તમારે ગરમ પાણીમાં સીંધવ મીઠું નાખવું જોઈએ. ત્યારબાદ એ પાણીમાં થાડીવાર માટે પગ ડૂબોડી રાખો.