યોગનું મહત્વ શરીરના દરેક અંગના સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક હોય છે. તમે આ 9 યોગ ન માત્ર આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે પરંતુ આંખોની તણાવને પણ દૂર કરે છે
આનાથી આંખના સ્નાયુઓને આરામ મળે છે અને તણાવ દૂર થાય છે. આ કસરત માટે, તમારી પીઠને સીધી રાખીને બેસો, ત્યાર પછી તમારી હથેળીઓને ગરમ થાય ત્યાં સુધી એકસાથે ઘસીને હથેળીઓને બંધ આંખો પર મૂકી રાખીને ને ઊંડા શ્વાસ લો
આંખોને ભીની રાખવી આવશ્યક છે. આ માટે 10-15 વખત ઝડપથી ઝબકાવો, પછી તમારી આંખો બંધ કરો અને થોડી સેકંડ માટે આરામ કરો, આને 2-3 વાર રીપીટ કરો. આમ કરવાથી આંખોની ડ્રાયનેસ દૂર થાય છે
આંખોમાં સારી રીતે લોહીનું પરિભ્રમણ થવું પણ જરૂરી છે. આની માટે આઇ રોલિંગ એ અસરકારક કસરત છે. તમારી પીઠ સીધી રાખી ખભાને હળવા રાખીને બેસી જાવો, હવે ઉપર જુઓ અને ધીમે ધીમે તમારી આંખો ઘડિયાળની દિશામાં ફેરવો
ફોકસ શિફ્ટિંગ આંખના લેન્સના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ માટે તમારા અંગૂઠાને તમારા ચહેરાની સામે લગભગ 10 ઇંચ દૂર રાખો. થોડી સેકંડ માટે તમારા અંગૂઠા પર ધ્યાન આપો ત્યારપછી તમારું ધ્યાન દૂરની વસ્તુ પર શિફ્ટ કરી દો અને થોડીક સેકન્ડો માટે તેને જોઈ રાખો. આને 10-15 વાર રીપીટ કરો

સાઈડ- ટુ-સાઈડ આઈ મુવમેન્ટ કસરત કરવાથી આંખના સ્નાયુઓ મજબૂત થાય છે, આ કસરતમાં પહેલા સીધા જુવો પછી તમારી આંખોની કીકીને ધીમે ધીમે ડાબી ખસેડો થોડી સેકન્ડો માટે પકડી રાખો, પછી તમારી આંખોને જમણી તરફ ખસેડો અને થોડી સેકંડ માટે પકડી રાખો, આ કસરતને રીપીટ કરતા રહો
ઝૂમિંગ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે , આ કસરતમા તમારા હાથને લંબાવીને આરામથી બેસો અને તમારા અંગૂઠા પર ધ્યાન આપો, હવે ધીમે ધીમે તમારા અંગૂઠાને તમારા ચહેરાની નજીક લાવો, તેના પર ફોકસ કરો, ફરી પછી તમારા અંગૂઠાને મુળ જગ્યાઓ લઈ જાવો