ઉનાળામાં ઘણા લોકો જમવા સાથે કાચી ડુંગળી ખાતા હોય છે, અને આના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ડુંગળી શરીરને ઠંડક આપે છે અને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ શા માટે ડુંગળીને આપણા ઉનાળાના ડાયેટમાં સામેલ કરવી જોઈએ.
ડુંગળીમાં ઘણી સારી માત્રામાં ડાયેટરી ફાઇબર રહેલું હોય છે જે પાચનના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. ડુંગળી આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમા મદદ કરે છે જે ખોરાકના પચવામાં મદદ કરે છે
ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા શરીરમાં કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે.
એક સ્ટડીમાં બહાર આવ્યું હતું કે જે લોકોએ સૌથી વધુ ડુંગળી ખાધી છે તેમને કોલોન, ગળા અને અંડાશયનું કેન્સર થવાની સંભાવના ઘણી સૌથી ઓછી હતી. ડુંગળીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે
ડુંગળીમાં ઘણી સારી માત્રામાં ડાયેટરી ફાઇબર રહેલું હોય છે જે પાચનના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. ડુંગળી આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમા મદદ કરે છે જે ખોરાકના પચવામાં મદદ કરે છે
ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર હોય છે જે શરીરમાં જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે
એક અભ્યાસ મુજબ, ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે
ડુંગળીની પ્રકૃતી ઠંડી હોવાથી તેના સેવનથી શરીરને પણ ઠંડક મળે છે, ખાસ કરીને કાચી ડુંગળી ખાવાથી શરીરને ઠંડક આપી શકાય છે