A.Cની લાંબા ગાળે શરીર પર શું અસર જોવા મળે છે, આવો જાણીએ


By Smith Taral08, Jun 2024 02:33 PMgujaratijagran.com

ત્વચાને ડિહાઇડ્રેટ કરે છે

એર કંડિશનરનો લાંબા સમય સુધી ઉપયોગ શરીરને ઝડપથી ડિહાઇડ્રેટ કરી શકે છે, એટલુંજ નહીં તે ત્વચામા રહેલા મોઈશ્ચરને પણ શોષી લે છે

આંખોને ડ્રાય બનાવે છે

સ્વસ્થ આંખો માટે હવામાં ભેજ રહેવુ જરૂરી છે. આવામાં એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ રૂમમાં રહેલા મોઈશ્ચરને ઓછો કરે છે જેથી આંખો ઝડપથી ડ્રાય થઈ જાય છે

માથાનો દુખાવો

એરકન્ડિશન્ડ રૂમમાં વધુ સમય વિતાવવાથી લાંબા ગાળે માથાના દુખાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. માઈગ્રેઈનના દર્દીઓને આમા વધુ જોખમ રહે છે.

ગરમી સહનશીલતા ઘટાડે છે

એર કંડિશનરનો ઉપયોગ કરવાથી, ગરમી કરવાની સહનશીલતા ઘટી જાય છે. આમાં સહેજ ગરમી પણ વ્યકિત પરેશાન થઈ જાય છે

શ્વાસનળીમાં તકલીફ

એર કંડિશનરમા લાંબા સમય સુધી રહેવાથી લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ પેદા થઈ શકે છે. ખાસ કરીને અસ્થમાનાં દર્દીઓને વધુ તકલીફ થઈ શકે છે

શ્વાસનળીમાં તકલીફ

એર કંડિશનરમા લાંબા સમય સુધી રહેવાથી લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ પેદા થઈ શકે છે. ખાસ કરીને અસ્થમાનાં દર્દીઓને વધુ તકલીફ થઈ શકે છે

આ માહિતી આરોગ્યની વિશ્વસનીય વેબસાઇટ 'વેબમેડ' પરથી લેવામાં આવી છે. હંમેશા ડોક્ટરની સલાહ લો

ઉનાળામાં જાંબુનો જ્યુસ પીવાના ફાયદા