જાંબુમાં વિટામીન સી,વિટામીન એ,ફાઈબર સહિત અનેક પોષક તત્વો મળી આવે છે.જાંબુના રસમાં શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને વિટામિન સીની પૂરતી માત્રા હોય છે,જે શરીરમાં ઘણી બીમારીઓનું જોખમ ઘટાડે છે. ચાલો જાણીએ તેનો રસ પીવાના ફાયદા વિશે.
જાંબુના રસમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. તે લોહીમાં એલડીએલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે.
જાંબુનો રસ નિયમિત પીવાથી મરડો,ઝાડા અને ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમથી બચી શકાય છે.
જાંબુના જ્યૂસમાં હાજર વિટામિન સી અને એ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શ્વાન સુરક્ષિત રહે છે.
જાંબુના જ્યૂસમાં આયર્ન, વિટામીન A અને Cની સાથે તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપના કારણે નબળાઈ લાગે છે.તેથી રોજ જાંબુનો રસ પીવાથી એનિમિયા અને નબળાઈ દૂર થાય છે.
જાંબુના રસમાં રહેલા એન્ટિ-માઈક્રોબાયલ ગુણો શરીરમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
જાંબુના રસમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેનું સેવન કરવાથી પથરીની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાચી જાગરણ વાંચતા રહો.