હાઈ કોલેસ્ટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે, જે હ્રદય સંબધિત સમસ્યાઓ લાવી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખવું ઘણું જરૂરી છે. આ 8 આદતો કેળવીને તમે કોલેસ્ટ્રોલની કંટ્રોલમાં રાખી શકો છો. આવો જાણીએ વધુમાં
તમારા ખોરાકમાં ફળો, શાકભાજી અને અનાજ જેવા ખોરાકનો સમાવેશ કરો. આ સિવાય, ઇંડા, દહીં. સલાડ અને ઓટ્સ જેવા ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક ખાવાથી પણ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકાય છે
સ્મોંકીંગ સ્વાસ્થય માટે અત્યંત હાનિકારક છે. સ્મોંકીગં હૃદયના ધબકારા પર અસર કરે છે અને તે અનિયમિત બને છે. જો તમે સ્મોકીંગ કરી રહ્યા હોવ તો બને તેટલું જલદી તેને છોડી દો
ઘ્યાન કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે, આ માટે તમે ઘરે ધ્યાન કરી શકો છો અથવા તેના ક્લાસ પણ જોઈન કરી શકો છો
તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આલ્કોહોલને ટાળવું ખરેખર મહત્વનું છે. આના વધુ પડતા સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે અને સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે
તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આલ્કોહોલને ટાળવું ખરેખર મહત્વનું છે. આના વધુ પડતા સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે અને સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે
મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાથી મન આનંદિત રહે છે, જેમને તમે પ્રેમ કરો છો તેમની સાથે વધુમાં વધું સમય પસાર કરો
તમારી સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તમારા કોલેસ્ટ્રોલના લેવલનું નિયમિત રીતે ચેક અપ કરાવતા રહો, તે ઘણું જરૂરી છે