કારેલાનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટરો પણ કારેલા ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કારેલાનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવો જાણીએ વધુમાં
કારેલા લીવર માટે ફાયદાકારક માનવામાં આવતું નથી, કારણ કે આમાં રહેલું લેકટીન પ્રોટીનને લીવર સુધી પહોંચતા અટકાવે છે, જેથી લીવર સંબંધિત સમસ્યા થઈ શકે છે.
કારેલાનું વધુ પડતું સેવન કરવાથી તમને પેટ સંબધિત તકલીફ ઊભી થઈ શકે છે. આ સિવાય તેના વધુ પડતા સેવનથી લોકોને તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.
કારેલાનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધુ ઘટી શકે છે, માટે ડાયાબિટીઝના દર્દીઓએ વધુ પડતું કારલાનું સેવન કરવું જોઈએ
ગર્ભાવસ્થા દરમિયાન કારેલા ખાવાની મનાઈ કરવામા આવે છે, કારણ કે કારેલાના બીજમાં રહેલું મેમોર્ચેરિન તત્વ બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન કારેલા ખાવાની મનાઈ કરવામા આવે છે, કારણ કે કારેલાના બીજમાં રહેલું મેમોર્ચેરિન તત્વ બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
બાળકો જો વધારે પ્રમાણમા કારેલા ખાય તો તેમને સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા થઈ શકે છે, આમાં બાળકોને ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે