સાંધાનો દુખાવામાં રાહત મળશે, ઘરે જ સરળતાથી બનાવો આ તેલ


By Smith Taral06, Jun 2024 01:13 PMgujaratijagran.com

જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે મોટાભાગના લોકો સાંધાના દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન હોવ તો આવો જાણીએ નિષ્ણાતો પાસેથી આનાથી રાહત મેળવવાના ઉપાયો

શું કહે છે નિષ્ણાત

ડાયેટિશિયન મનપ્રીત કાલરાના જણાવે છે કે જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો, તો તમે ઘરે જ એક ઔષધીય ગુણોથી ભરપૂર આ સુપર ઓઈલ બનાવી શકો છો, જેના માલીશથી તમે સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો

મેથીના દાણા લો

તેમાં એન્ટી ઈન્ફલામેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો હોય છે, જે સાંધાના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ તેલ માટે 1 ચમચી મેથીના દાણા લો.

અજમો

આ તેલ માટે 1 ચમચી અજમો લો. તેમાં રહેલા ગુણો સાંધાના દુખાવા અને અન્ય દુખાવામાં પણ રાહત આપવામાં મદદ કરે છે.

શેકેલું લસણ લો

થોડું શેકેલું લસણ લો કારણ કે તેમાં રહેલું એલિસિન બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને સાંધાના દુખાવામાં આરામ આપે છે

શેકેલું લસણ લો

થોડું શેકેલું લસણ લો કારણ કે તેમાં રહેલું એલિસિન બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને સાંધાના દુખાવામાં આરામ આપે છે

એરંડાનું તેલ

હૂંફાળું એરંડાનું તેલ આ સમસ્યામા ફાયદાકારક માનવામાં આવે છે. આમાં પણ સારી માત્રામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે હાડકા અને સાંધાના દુખાવા માટે ઘણું ફાયદાકારક છે

આ રીતે બનાવો તેલ

આ તેલ બનાવા માટે મેથી, અજમો અને શેકેલા લસણને એક કપડામાં સારી રીતે બાંધીને તેની પોટલી બનાવી લો. હવે આ પોટલી હળવા ગરમ એરંડાના તેલમાં નાખો, હવે તે પોટલીને ઘૂંટણ પર લગાવો અને ગોળ ગતિમાં મસાજ કરો.

આ તેલના ફાયદા

આ તેલ લગાવવાથી સાંધાનો દુખાવો, સોજો અને સ્નાયુઓની જકડને ઓછી કરે છે.

પાણી પીધા પછી પણ તરસ કેમ લાગે છે? જાણો કારણ અને તેના ઉપાયો