ઘણા લોકોને પાણી પીધા પછી પણ તરસ લાગે છે, જે અજુગતુ લાગી શકે છે પરંતુ આની પાછળ પણ કેટલાક કારણો જવાબદાર છે. આવો જાણીએ શા માટે પાણી પીધા પછી પણ તરસ લાગે છે?
ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, અને આ કારણે પાણી પીધા પછી પણ તરસ લાગે છે. આવામાં ફળ, જ્યુસ અને નારિયેળ પાણી વગેરેનું સેવન વધારે કરવું જોઈએ
હાઈ બ્લડની સ્થિતીમાં પણ વારંવાર તરસ લાગે છે કારણ કે બ્લડપ્રેશર વધવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે.
પીરિયડ્સ દરમિયાન લોહીની ઉણપ થાય છે અને તેવામાં તરસ પણ વધારે લાગે છે. આવામા, પુષ્કળ પાણી પીવો અને શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવો.
ડાયાબિટીસની સ્થિતીમાં પણ પાણી પીધા પછી પણ તરસ લાગે છે. આ રોગમાં પેશાબની સમસ્યા વધુ હોય છે, જેના કારણે શરીરમા પાણીની ઉણપ થઈ જાય છે.
ડાયાબિટીસની સ્થિતીમાં પણ પાણી પીધા પછી પણ તરસ લાગે છે. આ રોગમાં પેશાબની સમસ્યા વધુ હોય છે, જેના કારણે શરીરમા પાણીની ઉણપ થઈ જાય છે.
જો તમે વધુ પડતા પ્રોસેસ્ડ અથવા જંક ફૂડનું સેવન કરી રહ્યા છો તો તમને વારંવાર તરસ લાગવાની સમસ્યા થઈ શકે છે કારણ કે આ ખોરાકમાં વધુ પડતુ કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અથવા પ્રોટીન હોય છે જે શરીરમાં પાણી શોષી લે છે અને તમને વધુ તરસ લાગે છે.
જો તમને પણ વારંવાર તરસ લાગવાન સમસ્યા હોય તો તમારે નારિયેળ પાણી, લીંબુ પાણી પીવો, વરિયાળીનુ પાણી વગેેરે પીવું ફાયદાકારક રહે છે