થાઇરોઇડ કંટ્રોલ માટે દરરોજ કરો માત્ર આ બે યોગાસન


By Sanket M Parekh22, Nov 2023 04:07 PMgujaratijagran.com

થાઇરોઇડની સમસ્યા

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આજકાલ થાઇરોઇડ જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તો અમે તમને અસરકારક યોગ આસનો વિશે જણાવીશું. જેનાથી તમારા શરીરને ફાયદો થઈ શકે છે.

શું છે થાઇરોઇડ?

થાઇરોઇડના વધવાની સ્થિતિને હાઈપોથાયરાયડિઝ્મ અથવા હાઈપરથાયરાડિઝ્મ કહેવાય છે. આ સ્થિતિમાં થાઇરોઇડની ગ્રંથિની અંદક પુરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન નથી બનતા.

થાઇરોઇડના લક્ષણ

થાઇરોઇડના કારણે વ્યક્તિને હંમેશા થાક લાગવો, વજન વધવુ, મસલ્સ અને જોઈન્ટ પેઈન, યાદશક્તિ પર અસર અને કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યા થઈ શકે છે. જેનાથી બચવા માટે યોગાસનો પર નજર નાંખીએ તો.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્રાસન કરવા માટે સૌપ્રથમ તમારે યોગા મેટ પર વજ્રાસનની મુદ્રામાં બેસવાનું રહેશે. જે બાદ તમારા ગોઠણ પર ઊભા થઇને વારાફરતી બંને હાથ ફેરવીને પગની એડી પકડો અને શ્વાસ લઇને માથાને પાછળની તરફ નમાવો. આ આસન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.

સર્વાંગાસન

⨳ સર્વાગાસન માટે પીઠના બળે સીધા સૂઈ જાવ અને પચી શ્વાસ લેતા ધીમે-ધીમે પગ ઉપર ઉઠાવો. ⨳ હવે પગની સાથે કમર અને છાતી સુધીના ભાગને ઉપર ઉઠાવો. આ માટે હાથથી સપોર્ટ આપી શકો છો. ⨳ બૉડીને સીધી રાખો. હડપચી છાતીને સ્પર્શે તેમ રાખો અને થોડી વાર સુધી આ પોઝિશનમાં રહો. ⨳ છેલ્લે બૉડીને ઢીલી છોડીને નોર્મલ પોઝિશનમાં આવી જાવ

ચશ્માના કારણે નાક પર પડી ગયા છે કાળા ધબ્બા? તો અપનાવો આ નુસખા