ચશ્માના કારણે નાક પર પડી ગયા છે કાળા ધબ્બા? તો અપનાવો આ નુસખા


By Sanket M Parekh22, Nov 2023 04:03 PMgujaratijagran.com

કાળા ધબ્બા પડવાનું કારણ

ચશ્મામાં લાગેલ નોઝ સ્ટેન્ડના દબાણના કારણે નાકની આસપાસના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન રોકાઈ જાય છે. જેના કારણે કાળા ધબ્બા પડી જાય છે. આ ઉપરાંત ખોટી ફ્રેમનો ઉપયોગ કરવાથી પણ ધબ્બા પડી શકે છે.

ખીરાનો ઉપયોગ કરો

કાળા ધબ્બાને દૂર કરવા માટે ખીરાનો ઉપયોગ કરો. આ માટે ખીરાને નાકની આસપાસ 15 મિનિટ સુધી રાખો. જે બાદ તેને હટાવી લો અને પાણી સૂકાવા દો.

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં રહેલ એન્ટી એજીંગ ગુણ કાળા ધબ્બાને હટાવવામાં મદદ કરે છે. આ માટે એલોવેરા જેલથી નાકની આસપાસ 10 મિનિટ સુધી મસાજ કરો.

કાચા બટાકાનો રસ

કાચા બટાકાના રસને 30 મિનિટ સુધી નાક પર લગાવીને રાખવાથી કાળા ધબ્બા હટાવવામાં મદદ મળશે. આ માટે બટાકાને ક્રશ કરીને તેનો રસ નીકાળી લો અને 30 મિનિટ સુધી નાક પર લગાવ્યા બાદ પાણીથી ધોઈ લો.

લીંબુનો રસ

લીંબુનો રસ ચશ્માના કારણે પડેલા કાળા ધબ્બા હટાવવામાં મદદ કરે છે. આ માટે લીંબુના રસને કૉટનની મદદથી ધબ્બા વાળી જગ્યા પર લગાવો. હવે 15 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી મો ધોઈ લો.

બદામનું તેલ

બદામનું તેલ કાળા ધબ્બા હટાવે છે. આ માટે રાતે સૂતા પહેલા નાકની આસપાસના ભાગમાં બદામના તેલથી માલિશ કરવી જોઈએ.

શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે?- તો જાણો તેના કારણો અને બચવાના ઉપાય