શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે?- તો જાણો તેના કારણો અને બચવાના ઉપાય


By Sanket M Parekh21, Nov 2023 04:39 PMgujaratijagran.com

ઠંડી હવાઓથી બચો

શિયાળાની સિઝનમાં ઠંડી હવાઓથી બચવું જોઈએ. આવી હવાથી કોલ્ડ ફ્લૂ, અને તાવ આવવાનો ખતરો વધારે રહે છે.

ઈમ્યૂનિટી નબળી હોવી

શિયાળાની સિઝનમાં લોકોને કોલ્ડ, કફ અને ઈન્ફેક્શનની સમસ્યા થવા લાગે છે. જેનાથી ઈમ્યૂનિટી નબળી પડવા લાગે છે અને શરીર ઈન્ફેક્શનનો શિકાર થવા લાગે છે.

અસ્થમાના દર્દીઓ ઠંડીથી બચે

શિયાળાની સિઝનમાં અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જેનાથી બચવા માટે ઠંડા વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ.

સ્મોકિંગથી દૂર રહો

શરીરને હેલ્ધી રાખવા માટે સ્મોકિંગ કરવાથી બચવું જોઈએ. જો તમે સ્મોકિંગ કરતા હોવ, તો બ્રોંકાઈટિસ જેવી સમસ્યા થઈ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.

માસ્કનો ઉપયોગ કરો

શિયાળાની સિઝનમાં હવામાં રહેલ તત્વો એલર્જીની સમસ્યા વધારે છે. જેનાથી બચવા માટે બહાર નીકળતા સમયે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

હુંફાળું ગરમ પાણી પીવો

શિયાળામાં શરદી-ઉધરસની સમસ્યા વધવાથી શ્વાસ લેવાની તકલીફ થવા લાગે છે. જેનાથી બચવા માટે હુંફાળુ ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી ગળું સાફ થવા લાગે છે.

ધૂમાડાથી બચવું જોઈએ

હંમેશા લોકો શિયાળાની સિઝનમાં તાપણી કરે છે. એવામાં ધૂમાડાના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જેનાથી બચવા માટે ધૂમાડાથી બચવું જરૂરી થઈ જાય છે.

આદુ વાળી ચા પીવો

જો તમને શરદીની સિઝનમાં શ્વાસ ચડવાની સમસ્યા થઈ રહી હોય, તો આદુ વાળી ચા પીવાથી ફાયદો થાય છે. જેનાથી ગળુ સાફ રહે છે.

તણાવ દૂર કરવા માટે અપનાવો આ આદતો