તણાવ દૂર કરવા માટે શરીરનું હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમે તળેલુ જંક ફૂડ ખાતા હોય, તો તેને છોડી દો. તેની જગ્યાએ લીલા શાકભાજી અને ફળોને તમારા આહારમાં સામેલ કરો.
8 કલાકની ઊંઘ ના લેવાથી તણાવ વધી શકે છે. આ સાથે જ તબીયત પણ ખરાબ થઈ શકે છે. એવામાં જો તમે ખુદને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો પૂરતી ઊંઘ લેવી જોઈએ.
તણાવ દૂર કરવા માટે જિંદગીમાં પૉઝિટિવ રહેવું જરૂરી છે. પોઝિટિવિટી તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે. ખુદને પોઝિટિવ રાખવા માટે તમે સારા મિત્રો બનાવી શકો છો અથવા તમે શોખ પર પણ ધ્યાન આપી શકો છો.
તણાવ દૂર કરવા માટે યોગ અને મેડિટેશન કરો. યોગ કરવાથી તમારું મગજ શાંત રહે છે. આ સાથે જ તમે રિલેક્સ અનુભવ કરશો.
તણાવ દૂર કરવા માટે તમારી આસપાસના લોકો સાથે વાતચીત કરો. વધારે વાતચીત કરવાથી તમારા શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે, જે તણાવ દૂર રાખે છે.
ખુદને ખુશ રાખવા માટે તમે તમારા પરિવાર અથવા મિત્રોની સાથે સમય પસાર કરી શકો છે. આ ઉપરાંત કંઈક એવું કામ કરો, જેમાં તમને ખુશી મળતી હોય.