દરરોજ પીવો મેથીનું પાણી, દૂર થશે પેટની ચરબી


By Sanket M Parekh21, Nov 2023 04:31 PMgujaratijagran.com

આ ઉપાય અજમાવો

વજન ઘટાડવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવતા હોય છે. એવામાં કેટલાક ઘરગથ્થુ નુસખા તમારી મદદ કરી શકે છે. આ ઉપાય અજમાવીને તમે વજન ઘટાડી શકો છો.

મેથી

કિચનમાં મળી આવનાર આ મસાલો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેના સેવનથી અનેક બીમારીઓ દૂર થાય છે. મેથીમાં અનેક પોષક તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ખાલી પેટ પીવો મેથીનું પાણી

વજન ઘટાડવા માટે ખાલી પેટ મેથીનું પાણી પીવું જોઈએ, જેનાથી ઝડપથી વજન ઉતરશે. આ માટે મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો અને સવારે ગાળીને પી લેવું જોઈએ.

કેવી રીતે બનાવશો

આ પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી લઈને તેમાં 1-2 ચમચી મેથીના દાણા મિક્સ કરીને રાતે રાખી દો અને સવારે ખાલી પેટ તે પાણી પી લેવું જોઈએ.

મેથીની ચા

ફેટ ઓછો કરવા માટે મેથીની ચાનું પણ સેવન કરી શકો છે. સવારે તેનું સેવન કરો. જેનાથી શરીરમાંથી ટેક્સિન્સ બહાર થઈ જાય છે અને ફેટ ઘટે છે.

કેવી રીતે બનાવશો

મેથીની ચા બનાવવા માટે પહેલા એક બાઉલમાં પાણી ગરમ કરો અને તેમાં મેથીના દાણા, આદુ અને તજ મિક્સ કરો. ઉકળ્યા બાદ તેને ગાળીને તેનું સેવન કરવું જોઈએ.

આંખોમાં ઈન્ફેક્શન છે? તો આ ભૂલ ક્યારેય ના કરશો