જો તમે પણ તમારા પેટને લઇને હંમેશાં પરેશાન રહો છો તો, તમારે ડેઇલી લાઇફમાં યોગનો સમાવેશ કરવો જોઇએ. આનાથી તમારા શરીરને ફેટ ઘટાડવામાં મદદ મળશે. આવો જાણીએ કેટલાક આસાનો વિશે.
આ આસન કરવાથી તમે તમારા શરીરને યોગઅભ્યાસ માટે તૈયાર કરો છો. આનાથી શરીર સુડોળ બને છે. 40 ઉંમરની મહિલાઓએ રેગ્લુયર આનો અભ્યાસ કરવો જોઇએ.
- આને કરતાં પહેલા પદ્માસનની મુદ્રામાં આવો. - બંને હાથને નમસ્કારની મુદ્રામાં જોડો અને શ્વાસ લેતા હાથને માથા ઉપર લઇ જાવો. - આંખો બંધ કરીને લાંબો શ્વાસ લો.
આ આસન કરવાથી પેટની ચરબી ઘટે છે. આ સ્નાયુઓને ટોન કરે છે, તેની સાથે શરીરને ફ્લેક્સિબલ બનાવે છે. આ સિવાય તે ચહેરાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે.
- પેટના ભાગે સૂઇ જાવ, બંને હાથ અને પગને સીધા રાખો. - લાંબા શ્વાસ લેવાની સાથે છાતી ઉપર ઉઠાવો અને નાભી જમીન પર રાખો. - બંને ખભા સીધા રાખો અને ગળાને પાછળની તરફ ખેંચો.
આ અસર કરવાથી પેટ પર પ્રેશર આવે છે, જે બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે. આ આસનને પાવર યોગ પણ કહેવાય છે. આ અભ્યાસથી સ્કિન પર ગ્લો આવવા લાગે છે.
- સૌથી પહેલા પેટના ભાગે સૂઇ જાવ. - બંને પગને ઘૂંટણ સાથે જોડો. - બંને હાથને પાછળ લઇ જઇને બંને પગના અંગૂઠા પકડો. - માથાને પાછળના ભાગ તરફ લઇ જવાની કોશિશ કરો.
આ યોગ મુદ્રામાં તમારા શરીરને હોડીનો આકાર આપવાનો હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે સૌથી સારું આસાન ગણવામાં આવે છે.