5 મિનીટ કરો આ યોગાસન, થાક થશે ગાયબ


By Hariom Sharma02, Dec 2023 10:51 AMgujaratijagran.com

થાક

બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાવાપીવાની આદતોના કારણે લોકોને થાકનો અનુભવ ખૂબ થાય છે. જો તમને પણ શરીરમા થાક લાગવાની સમસ્યા છે તો તમે પણ આ રોજ આ યોગાસનને કરીને થાકમા રાહત મેળવી શકો છો.

બાલાસન કરો

બાલાસન કરવાથી શરીરમાથી થાક દૂર થાય છે અને તણાવ પણ ઓછો થાય છે. તેના નિયમિત અભ્યાસ કરવાથી શરીર પણ ઉર્જાવાન રહે છે.

બાલાસન કરવાની રીત

ઘૂટંણના આધારે જમીન પર બેસો. પછી શરીરનો બધો જ વજન એડીઓ પર લાવો. ત્યારબાદ ઊંડો શ્વાસ લઈને શરીરને આગળની તરફ જુકાવો. આ પછી છાતીનો ભાગ જાંધને અને માથાનો ભાગ જમીન સાથે જોડો.

ભુજંગાસન

ભુજંગાસનને કોબરા પોઝ તરીકે પણ ઓળખવામા આવે છે. તેના નિયમિત અભ્યાસ કરવાથી શરીરનો થાક દૂર થાય છે. સાથે જ એ શરીરને હેલ્ધી પણ રાખે છે.

ભુજંગાસન કરવાની રીત

પેટના આધારે સૂઈ જાઓ. હવે હાથોને માથાની બન્ને બાજુ રાખો. ત્યારબાદ હાથોની મદદથી માથુ, છાતી અને પેટને ઉઠાવો. આ સ્થિતિમા તમે થોડીવાર માટે રહો અને પછી સામાન્ય સ્થિતિમા આવી જાઓ. આ 5 વાર કરો.

તાડાસન

થોડુ કામ કરવાથી જો તમે થાકનો અનુભવ કરી રહ્યા છો તો તાડાસન કરો. તાડાસન કરવાથી શરીરમા થાક દૂર થાય છે અને શરીર પણ ઉર્જાવાન રહે છે.

તાડાસન કરવાની રીત

સૌપ્રથમ સીધા ઉભા રહો. બન્ને પગ પર વજન સરખુ આપો. ત્યારબાદ બન્ને હાથોની આંગળી જોડીને માથાના ઉપર લઈ જાઓ. પછી પગની એડીઓ ઉપર કરો. હવે આ સ્થિતિમા થોડીવાર રહો અને પછી સામાન્ય સ્થિતિમા આવી જાઓ.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર 12 યોગાસનને મળાવીને બન્યુ છે. તેના નિયમિત અભ્યાસ કરવાથી શરીરનો થાક દૂર થાય છે તથા શરીર પણ ફિટ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વિટામિન B-5ની ઉણપને દૂર કરવા શું ખાવું જોઈએ? જાણી લો