ખાધા પછી કરો આ 5 યોગાસન, ડાયઝેશન રહેશે હંમેશાં તંદુરસ્ત


By Hariom Sharma06, Sep 2023 10:00 AMgujaratijagran.com

હાલ લોકો પોતાની લાઇફ સ્ટાઇળમાં એટલા વ્યસ્ત થઇ ચૂક્યા છે કે પોતાના સ્વાસ્થ્ય માટે પણ સમય નથી કાઢી શકતા. આ લોકો ભોજન કર્યા પછી કોઇ પણ પ્રકારાની ફિઝિકલ એક્ટિવિટી કરતાં નથી, જેનાથી લોકોને કબજિયાત અને અપચો જેવી પેટને લગતી સમસ્યા વધવા લાગે છે.

યોગથી સુધારો પાચનતંત્ર

જો તમે પાચનને લગતી સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો, કેટલાક યોગાસનની મદદથી તમે ડાયઝેશને તંદુરસ્ત બનાવી શકો છો. આવો જાણીએ તે કયા યોગાસન છે.

યોગમુદ્રાસન

યોગમુદ્રાસન પેટને લગતા રોગોથી છુટકારો અપાવે છે. આ આસન કરવાથી માણસનું કરોડરજ્જુ લચીલુ થાય છે. આ સાથે આ આસન પેટની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

પદ્માસન

કમજોર પાચનતંત્રવાળા માટે પદ્માસન યોગ્ય વિકલ્પ છે. આનાથી ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત વગેરે સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પદ્માસન પાચનક્રિયાને યોગ્ય રીતે રાખવામાં મદદ કરે છે.

પવનમુત્કાસન

પવનમુત્કાસન પાચનને સુધારવામાં મદદ કરે છે, આનાથી કબજિયા અને અપચો પેટને લગતી સમસ્યાઓથી બચી શકાય છે. આ આસન ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

વક્રાસન

વક્રાસન પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ કબજિયાત અને શરીર ભારે થવાની સમસ્યાથી બચાવે છે. વક્રાસન કરવાથી શરીરનો થાક દૂર થાય છે, આ આસન તમે રોજ કરી શકો છો.

સેતુબંધાસન

સેતુબંધાસન પાચનતંત્રથી લઇને કોલનને મસાજ કરવાનું કામ કરે છે. આનાથી પાચનક્રિયા મજબૂત થાય છે. સાથી અપચો, કબજિયાત, એસિડિટી અને પેટના દુખાવા જેવી સમસ્યાથી બચી શકાય છે.

અનાનસની ચા શરીરની ચરબી ઘટાડે