આંખોમાં દેખાતા પીળા ડાઘા, આ 6 બીમારીઓના સંકેત હોઇ શકે છે


By Hariom Sharma02, Sep 2023 09:00 AMgujaratijagran.com

આંખોમાં દેખાતા પીળા ડાઘા ઘણી વાર સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત હોઇ શકે છે. આ ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ પણ હોઇ શકે છે. આવો જામીએ આંખોના પીળા ડાઘા કઇ સમસ્યાના સંકોત બતાવે છે.

ડિમેંશિયા

આંખોમાં જોવા મળતા પીળા ડાઘા ડિમેંશિયા તરફ ઇસારો કરે છે. આંખોમાં રહેલા રેટીનાના નીચે ભાગમાં ફેટ અને કેલ્શિયમ જમા થવા લાગે છે, જેનાથી આંખમાં પીળા ડાઘા જોવા મળે છે.

હાઇ કોલેસ્ટ્રોલ

હાઇ કોલેસ્ટ્રોલ હાર્ટ પર અસર કરવાની સાથે સાથે આંખને પણ નુકસાન કરી શકે છે. આમા આંખોની આજુ-બાજુ પીળા અથવા સફેદ ડાઘા જોવા મળે છે. જોકે આ શરીર માટે નુકસાનકારક સાબીત નથી થતું.

એનીમિયા

એનીમિયા લોહી સાથે જોડાયેલી સમસ્યા છે. એનીમિયા થવા પર શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન ઘટી શકે છે, જેનાથી આંખોમાં પીળી થઇ શકે છે.

પીળીયા

પીળીયા થવા પર આંખોમાં અસર થાય છે. આમા બિલીરૂબિનનું સ્તર વધી જા છે, જેનાથી આંખો પીળી દેખાવ લાગે છે. આ સ્થિતિમાં આંખોની અંદર પીળા ડાઘા પણ થઇ શકે છે.

આંખોમાં ખંજવાળ

ઘણી વાર આંખોમાં ધૂળ-માટી અથવા ગંદકી જવાથી આંખોમાં બળતરા થવાની સાથે આંખ પીળી પણ થઇ જાય છે. આ સ્થિતિની અવગણના કરવાથી આંખોમાં ખંજવાળ પણ આવી શકે છે.

લિવરની સમસ્યા

લિવરમાં સમસ્યા થવા પર શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધી જાય છે, જે આંખો પર અસર કરે છે. ઘણી વાર ફેટી લિવર અથવા હેપેટાઇટિસની સમસ્યા પણ હોઇ શકે છે.

બાળકોના મગજને તેજ બનાવવા માટે આ વસ્તુઓ ખવડાવો