બાળકોના મગજને તેજ બનાવવા માટે આ વસ્તુઓ ખવડાવો


By Vanraj Dabhi01, Sep 2023 05:25 PMgujaratijagran.com

જાણો

બાળકોના યોગ્ય વિકાસ માટે તેમને સારો આહાર આપવો ખૂબ જ જરૂરી છે. આ સંબંધમાં ચાલો જાણીએ કેટલાક એવા ખોરાક વિશે જે બાળકોના મગજને તેજ બનાવે છે.જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો.

ઈંડા

પ્રોટીનથી ભરપૂર ઈંડાનું સેવન સ્વાસ્થ્યની સાથે મગજ માટે પણ ખૂબ જ ફાયદાકરક માનવામાં આવે છે. તેને ઉકાળીને બાળકોને ખવડાવવા ઉપરાંત તમે બ્રેડ સાથે ઓમલેટ પણ બનાવી શકો છો અને તેને આપી શકો છો.

મગફળી

પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ વરેગેથી ભરપૂર મગફળી સ્વાસ્થ્ય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. મગફળીની સાથે બાળકોને પીનટ બટર પણ ખવડાવો તેમને ફાયદો થશે.

બેરી

એન્ટીઓક્સિડન્ટ અને અન્ય ઘણા પોષક તત્વોથઈ ભરપૂર બેરી બાળકોના મગજને તેજ બનાવવામાં ખૂબ જ અસરકારક છે,તેને તમારા બાળકોના આહારમાં સામેલ કરવાની ખાતરી કરો.

આખા અનાજ

આખા અનાજમાં ફાઈબરની સાથે-સાથે વિવિધ પ્રકારના પોષક તત્વો પણ હોય છે, જે બાળકોના વિકાસ માટે જરૂરી છે.

કઠોળ અને ફાળા

પ્રોટીનયુક્ત કઠોળ અને ફાળા મગજ માટે ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. આ બાળકોને ખાવા માટે આપો.

વિવિધ લીલા શાકભાજી

રંગબેરંગી શાકભાજીના વિવિધ પોષક તત્વો હોય છે, જે મગજને તેજ બનાવવામાં મદદરૂપ થાય છે. આવા શાકભાજી બાળકોને ખાવા માટે આપો.

દૂધ-દહીં

પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર દૂધ અને દહીં બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકોને તેમના રોજિંદા આહારમાં આ આપો,તેનાથી તેમનું મગજ તેજ થશે.

વાંચતા રહો

આ બધા સિવાય મોસમી ફળો,પાંદડાવાળા શાકભાજી વગેરે પણ ખવડાવો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ધ્યાન રાખજો..દરેક વ્યક્તિ માટે લાભદાયી નથી હળદરવાળું દૂધ, આવા લોકો પીવાનું ટાળે