ધ્યાન રાખજો..દરેક વ્યક્તિ માટે લાભદાયી નથી હળદરવાળું દૂધ, આવા લોકો પીવાનું ટાળે


By Sanket M Parekh01, Sep 2023 04:14 PMgujaratijagran.com

દૂધ

દૂધમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. મોટાભાગે લોકો રાતે સૂતા સમયે દૂધમાં હળદર મિક્સ કરીને પીતા હોય છે. તો ચાલો જાણીએ, કેવા લોકોએ હળદર વાળુ દૂધ ના પીવું જોઈએ.

હેલ્ધી રહેવા

શરીરને સ્વસ્થ રાખવા માટે દૂધમાં હળદર મિક્સ કરીને પીવું સારું મનાય છે. જો કે કેટલાક એવા લોકો પણ હોય છે, જેમણે હળદરવાળુ દૂધ પીવાનું ટાળવું જોઈએ.

પેટમાં સમસ્યા

જે લોકોને પેટમાં કોઈ પ્રકારની તકલીફ હોય, તેમણે હળદરવાળુ દૂધ પીવાનું ટાળવું જોઈએ. જેનાથી પેટમાં ચૂંકની સમસ્યા થઈ શકે છે.

ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓએ હળદર મિક્સ કરીને દૂધ ના પીવું જોઈએ. જે ગર્ભાશયમાં બ્લીડિંગની સમસ્યા ઉભી કરી શકે છે.

પથરીની સમસ્યા

જે લોકોને પથરીની સમસ્યા હોય, તેમણે હળદરવાળું દૂધ ના પીવું જોઈએ, નહીંતર તેમની સમસ્યા વધી શકે છે.

આયરનની કમી

જો તમે વધારે પ્રમાણમાં હળદરવાળુ દૂધ પીવો છો, તો શરીરમાં આયરનની કમી થઈ શકે છે.

એલર્જીની સમસ્યા

અનેક લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય છે. આવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ.

પુરતુ પ્રમાણ

દરરોજ પૂરતા પ્રમાણમાં હળદર વાળુ દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત માંસપેશીઓમાં પણ તાકાત આવે છે.

સવારે મોડા ઉઠવાની આદત સુધારો નહીં તો થઇ શેક છે આ નુકસાન