સવારે મોડા ઉઠવાની આદત સુધારો નહીં તો થઇ શેક છે આ નુકસાન


By Hariom Sharma01, Sep 2023 03:44 PMgujaratijagran.com

સવારે મોડા ઉઠવાની આદત શરીર માટે નુકસાનકારક સાબીત થઇ શકે છે. આવી આદત પાડવાથી સ્થૂળતાની સાથે સાથે તણાવ જેવી સમસ્યા પણ થઇ શકે છે. આવો જાણીએ સવારે મોડા ઉઠવાના નુકસાન વિશે.

તણાવ

લાંબા સમય સુધી સવારે મોડા ઉઠવાની આદતના કારણે તણાવ જેવી સમસ્યા થઇ શકે છે. આ આદતના કારણે શરીરમાં સિરેટોનિન હોર્મેન્સ પર અસર પડે છે, જેનાથી તણાવ અથવા એન્જાઇટી જેવી સમસ્યા થઇ શકે છે.

મેટાબોલિઝમ પર અસર થાય છે

સ્લિપિંગ પેટર્ન ડિસ્ટર્બ થવી અથવા તો મોડા ઉઠવાની આદત મેટાબોલિઝમની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. મેટાબોલિઝમ સ્લો થવાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણે બને છે. આનાથી બચવા માટે સવારે વહેલા ઉઠવાની આદત પાડો.

સ્થૂળતા

સવારે મોડા ઉઠવાની આદત તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે. એવામાં મેટાબોલિઝમ સ્લો થવા લાગે છે. જે શરીરમાં ફેટ જમા થવાનું કારણ બને છે.

એકાગ્રતાની ઉણપ

સવારે વહેલા ઉઠવાથી મગજ પર તેની સકારાત્મક અસર થાય છે અને એકાગ્રતામાં વધારો થાય છે, પરંતુ સવારે મોડા ઉઠવાથી તમે કોઇ પણ કામને એકાગ્રતાથી કરવામાં અસમર્થ બની શકો છો.

હાર્ટ માટે નુકસાનકારક

સવારે મોડા ઉઠવાથી અથવા તો વધારે સૂવાથી હાર્ટને નુકસાન થઇ શકે છે. આનાથી ડિપ્રેશનની સાથે સાથે બ્લડ પ્રેશર પર તેની અસર થવા લાગે છે, જે હાર્ટને નુકસાન કરી શકે છે.

ધૂળથી એલર્જીના લક્ષણો