યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને બરસાતે સિરિયલ થી લોકોના દિલમાં જગ્યા બનાવનારી શિવાંગી જોશી ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગે છે. ખાસ કરીને ભારતીય પોશાક સાડીમાં. શિવાંગી જોષીના સાડી લુક્સ સ્ત્રીઓ માટે ફૅશન ઇન્સ્પીરેશન છે. ચાલો આજે કરવા ચોથના ખાસ દિવસે અભિનેત્રીના કેટલા સાડી બ્લાઉઝ ડિઝાઇન જોઇએ.
પ્રિન્ટેડ મલ્ટીકલર્ડ સાડીને મેચિંગ બ્લાઉઝ સાથે શિવાંગીનો આ લુક ખૂબ ફ્રેશ લાગી રહ્યો છે.
વાદળી રંગની સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ શિવાંગી ઉપર સારી રીતે સૂટ કરે છે. આ લુકને તમે કરવા ચોથ પર ટ્રાય કરી શકો છો
શિવાંગીએ રેડ કલરની સાડી સાથે મેચિંગ હાફ સ્લીવ્ઝ બ્લાઉઝની પેરીંગ કરી છે, જે ટ્રેડિશનલ સાથે મોડર્ન લુક પણ આપી રહ્યો છે. આ બ્લાઉઝ પર બેક સાઇડ ડોરી વર્ક કરવામાં આવ્યું છે.
બ્રાઉન કલરની સાડી સાથે મેચિંગ સેમી સ્લીવ્ઝ બ્લાઉઝનું પેરિંગ પણ અદ્ભુત લાગી શકે છે. બ્લાઉઝ પરનુ ફ્લાવર વર્ક લૂક માં વધારો કરી રહ્યું છે.
કાળો રંગ ફેશનમાં ખૂબ પ્રચલિત છે, એમાં કાળા રંગની સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝનની આ પૈરિંગ ક્લાસી લાગી રહી છે.
ગુલાબી રંગની સાડી સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ કલરફૂલ અને વાઇબ્રન્ટ લાગી રહ્યો છે. આ સાડીમાં શિવાંગી ખૂબસૂરત લાગી રહી છે.
શિવાંગીની આ સાડી બ્લાઉઝ ડિઝાઇનથી તમે આઇડિયા લઈ શકો છો અને તમારા લુકમાં ચેન્જ અને નવાપનું લાવી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહી ગુજરાતી જાગરણ