બોલીવુડની સ્ટારલેડી દીપીકા પાદુકોણ આજે તેનો 38 મો જન્મદિવસ મનાવી રહી છે. વર્ષ 2008 મા આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી કરિયરની શરુઆત કરનારી દીપીકાએ બોલીવુડમા 16 વર્ષની સફર પૂરી કરી છે. દીપીકા તેના અભિનયની સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.
નવી નવી વસ્તુ ખાવાનો શોખ ધરાવતી હોવા છત્તા દીપીકા પોતાને હેલ્ધી અને ફિટ રાખે છે. જો તમે પણ દીપીકાની જેમ પોતાને ફિટ રાખવા માંગો છો તો તમે તેનો ડાયટ પ્લાન ફોલો કરી શકો છો.
ફિટનેસ પ્રેમી દીપીકા પાદુકોણ દિવસમા 6 વાર નાના નાના મિલ્સ લે છે. દીપીકા પોતાની દિવસની શરુઆત નવસેકા ગરમ પાણીમા લીંબુ ઉમેરીને તેના સેવનથી કરે છે. ત્યારબાદ બ્રેકફાસ્ટમા ઈડલી, ડોસા તથા ઉપમા 2 ઈંડા અને 2 બદામ લે છે. આ સિવાય તે રોજ 1 ગ્લાસ લો ફેટ દૂધ પીવે છે.
લંચમા દીપીકા સિમ્પલ ખાવાનુ પસંદ કરે છે, જે પ્રોટીનથી ભરપૂર હોય છે. તે રોજ લંચમા દાળ, રોટલી અને શાકભાજી ખાવાનુ પસંદ કરે છે. તેના સાથે તે દહીંનુ સેવન કરવાનુ પસંદ કરે છે. આ દરમિયાન હાઈડ્રેટ રાખવા માટે દીપીકા દિવસ દરમિયાન જયૂસ, નારિયેળ પાણી અને સ્મૂધી પીવાનુ પસંદ કરે છે.
દીપીકાનો સાંજનો સ્નૈક્સ ખૂબ જ હેલ્ધી હોય છે. તે બદામની સાથે સાથે અન્ય નટ્સ પણ ખાય છે. આ ઉપરાંત તે સ્નેક્સમા ફળોને ખાવાનુ પસંદ કરે છે. દીપીકાને સાંજે કોફી પણ પીવી પસંદ છે.
પોતાનુ ડીનર દીપીકા ખૂબ જ લાઈટ રાખે છે. રાતે ખાવામા દીપીકા રોટલી, લીલા શાકભાજી અને સલાડનુ સેવન કરે છે. તેના સાથે ફળોનુ સેવન પણ કરે છે.
દીપીકા ડેસર્ટમા ચોકલેટ ખાવાનુ પસંદ કરે છે. દીપીકા ડાયટ પર ધ્યાન રાખવાની સાથે સાથે રોજ સારી રીતે કસરત કરે છે. પોતાને શેપમા રાખવા માટે દીપીકા રોજ યોગા પણ કરે છે.