પોતાના અભિનયથી દીપીકાએ લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે, સાથે તે તેમના ફેશનના લીધે પણ ચર્ચામાં રહે છે. આજે એમનો જન્મદિવસ છે. ચાલો જોઈએ, આ ખાસ દિવસ પર એમના કેટલાક ફેશનેબલ લૂક્સ, જેને તમે પણ રીક્રીએટ કરી શકો છો.
વાદળી રંગની સિલ્ક સાડી સાથે મેચીંગ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝમાં દીપિકા પાદુકોણ પ્રભાવશાળી લાગી રહી છે. સિલ્ક સાડી સાથે દીપિકા હેવી નેકલેસ પણ કેરી કર્યો છે, જે તેમના લુકમાં વધારો કરે છે. તમે કોઈપણ ઇવેન્ટ અથવા ફંક્શન માટે આ લુકથી ઈન્સપીરેશન લઈ શકો છો.
પીળા વેલ્વેટ સૂટમાં દીપિકા એલીગન્ટ લાગી રહી છે. એસેસરીઝમા હેવી ઇયરિંગ્સ અને બ્રેસલેટ સાથે તેમનો લૂક વધારે નીખરી આવે છે. આવી સ્ટાઇલ તમે પણ ટ્રાય કરી શકો છો, તે ખૂબ સરસ દેખાશે.
દીપિકા પાદુકોણ આમાં ઓફ શોલ્ડર બોડી આઇકોન બ્લુ ગાઉન પહેર્યો છે, જે તેમના પર પરફેક્ટ લાગી રહ્યુ છે. નાઇટ પાર્ટીમાં તમે આ આઉટફીટ પહેરી શકો છો.
દીપિકા પાદુકોણનો આ લૂક ધણો ડીફરન્ટ છે, ફુલ નેક સ્લીવલેસ બ્લાઉઝ ઓફ વ્હાઇટ નેટ સાડીમાં દીપિકા સ્ટાઇલીશ લાગી રહી છે. પાર્ટીઓ અને કેઝ્યુલ ઈવેન્ટ્સમાં તમે આવો લૂક ટ્રાય કરી શકો છો
દીપિકા અહીં સ્કર્ટી લેગ સ્લીવ્સ સાથે ફુલ સ્લીવ અને ફુલ નેક બ્લેન્ક ટોપ પહેરીને અદ્ભુત દેખાઈ રહી છે.
રેડ કલરના ફુલ સ્લીવ ડ્રેસમાં દીપિકા ખૂબ આકર્ષક લાગી રહી છે. દીપિકાએ આ લુકને ડાર્ક રેડ લિપસ્ટિક અને સ્મોકી આઈઝ સાથે કમ્પ્લીટ કર્યો છે.
દીપિકાના આ ડીફરન્ટ લૂકથી તમે તમારી સ્ટાઈલ અને વોર્ડરોબને બદલી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.