Cancer&Horoscope 2023કર્ક રાશિના જાતકો માટે આ નવુ વર્ષ શુભ સાબિત થશે, કરિયરમાં સફળતા મળશે


By AkshatKumar Pandya27, Dec 2022 12:16 PMgujaratijagran.com

વ્યવસાયઆ વર્ષ તમારું વ્યવસાય ક્ષેત્રે મહત્વનું રહેવાનું છે. જીવનમાં સૌથી મોટી સફળતાઓ તમને આ વર્ષે મળશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. 22 એપ્રિલ સુધી કોઈ મિલકત કે વાહનમાં વધારો કરી શકો છો.

સ્વાસ્થ્યસ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે તમારે વિશેષ કાળજી લેવા જેવી છે. માથામાં તેમજ સાંધામાં દુખાવાની ફરિયાદ તમે કરશો. 17 જાન્યુઆરી પછી તબિયત ખરાબ થઈ શકે છે. આંખ-કાનના રોગ પણ આવી શકે છે.

લગ્ન-લગ્નજીવનઆ વર્ષે લગ્નજીવન શુભ રહેશે. તમે તમારુ બુદ્ધિ-ચાતુર્યથી નાના-નાના ઝઘડાનું નિરાકરણ લાવશો. એપ્રિલ 2023 સુધી અપરિણિત જાતકોના લગ્નના યોગો પણ બની રહ્યા છે. પ્રેમી સાથે વાત કરતા ખોટા પ્રોમીસ ન આપવા, વાણી પર નિયંત્રણ રાખવું.

વિદેશ યોગવિદેશ જવા માગતા જાતકોને વિદેશ જવામાં થોડી અડચણોનો સામનો કરવો પડશે, પણ વર્ષના મધ્ય ભાગમાં વિદેશ યોગ બની રહ્યા છે

Gujarati Jagranવધુ વાંચવા માટે

Gemini Horoscope 2023 in Gujarati - મિથુન રાશિફળ 2023