&&&&&GeminiHoroscope 2023મિથુન રાશિના જાતકો જીવનમાં મોટા ફેરફારો માટે તૈયાર થઈ જાવ, જવાબદારીમાં થશે વધારો
By AkshatKumar Pandya27, Dec 2022 12:09 PMgujaratijagran.com
વ્યવસાયધંધા-નોકરી બાબતે આ વર્ષ તમારું મધ્યમ રહેવાનું છે. પત્રકાર, કળા કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. શિક્ષક- સલાહકાર-વકીલ લોકો માટે પણ આ વર્ષ શુભ નિવડશે. વર્ષનો છેલ્લો ભાગ ખૂબ જ શુભ રહેશે.
સ્વાસ્થ્યઆ વર્ષે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. નાની-મોટી શસ્ત્રક્રિયા પણ થઈ શકે છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે પિતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી. કોઈ બાબત તમને માનસિક રીતે હેરાન કરશે, ઉંડા વિચારો કરવા મજબૂર કરશે.
લગ્ન-લગ્નજીવનલગ્નજીવન બાબતે આ વર્ષે તમારે કોઈ ચિંતા કરવાની જરુર નથી, આ વર્ષ શુભ રહેશે. અપરિણિત જાતકોના લગ્ન નક્કી એપ્રિલ મહિના પછી થઈ શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિના કારણે પ્રેમસંબંધમાં તકલીફો આવી શકે છે.
વિદેશ યોગવિદેશ જવા માગતા જાતકોને વિદેશ જવામાં થોડી અડચણોનો સામનો કરવો પડશે, પણ વર્ષના અંતિમ ભાગમાં વિદેશ યોગ બની રહ્યા છે
Gujarati Jagranવધુ વાંચવા માટે
આજનું રાશિફળ તારીખ: 27-12-2022 | Horoscope Today in Gujarati, 25 December 2022 (Copy) (Copy)